Site icon Gujarat Mirror

રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધા

રાજકોટ શહેરમાં મુકબધીર સગીરાને બગીચે લઇ જઇ પાડોશી યુવતીએ અને તેમના મિત્રએ સગીરા સાથે બિભત્સ ફોટા પડાવી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂપિયા 7.70 લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લેતા ભક્તિનગર પોલીસ મથકમાં યુવક અને યુવતી વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં બંન્નેએ સગીરાને તેમના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના પગલે ડરી ગયેલી સગીરાને તેમના તેમના માતાએ પૂછપરછ કરતા હક્કિત જણાવી હતી. આ મામલે પોલીસે બંન્નેને સંકજામાં લઇ તમામ પૈસા રીકરવ કરવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા એક મહિલાએ પોતાની ફરિયાદમાં પાડોશમાં રહેતી શ્રધ્ધા અને તેમના મિત્ર રૂત્વીક સામે પોકશો અને બળજબરીથી પૈસા કઢવા અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ફરિયાદી મહિલાએ આક્ષેપો કર્યા હતા કે, તેમની 17 વર્ષની દીકરી બોલી કે સાંભળી શકતી નથી ગત તા.04 ડિસેમ્બરથી 3 દિવસ સુધી તેમના મોટા દીકરા અને જેઠની દીકરીના લગ્ન હતા. જે લગ્નના ખર્ચ માટે જેઠના દીકરાએ તેમને 27/9ના રોજ બપોરે 7.70 લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈસા તેમણે ઘરની સેટીમાં મુક્યા હતા. ત્યારે મુકબધીર દીકરી ઘરમાં હાજર હતી. બાદમાં 1 ડિસેમ્બરના રોજ સાંજના સમયે જેઠના દીકરાએ પૈસા માંગતા સેટીમાં પૈસા જોવામાં ન આવતા જેથી આ મામલે ઘરના સભ્યોને જાણ કરવામાં આવી હતી અને ઘરમાં શોધખોળ કરી છતા પૈસા મળ્યા ન હતા. આ વખતે ઘરમાં લગ્ન પ્રસંગ હોય જેથી પોલીસને જાણ કરી ન હતી.

ત્યારબાદ લગ્નપ્રસંગ પૂરો થતા મુકબધીર દીકરીને પૂછતા તેમણે સાંકેતીક ભાષામાં જણાવ્યુ હતું કે, પાડોશમાં રહેતી શ્રધ્ધા તેમજ તેમનો મિત્ર રૂત્વીકની સાથે તેમના કહેવાથી ઘર પાસે આવેલા બગીચે ગઇ હતી અને ત્યાં આ શ્રધ્ધાએ સગીરા અને રૂત્વીકનો સાથે હોય તેવો ફોટો પાડ્યો હતો. આ સમયે રૂત્વીકે શરીરે અડપલા કર્યા હતા. તેમજ આ હક્કીત કહેતી નહીં તારા ફોટા તારા માતા-પિતા અને સગા સંબંધીને વાયરલ કરી દઇશ તેમ કહી ધમકી આપી કટકે કટકે બળજબરીથી ઘરમાં રહેલા 7.70 લાખ પડાવી લીધા હતા. આ મામલે ભક્તિનગર પોલીસે શ્રધ્ધા અને તેમના મિત્ર રૂત્વીકને સંકજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે.

Exit mobile version