Site icon Gujarat Mirror

પસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડ

ફૂડ શાખા દ્વારા અવિરત ચેકિંગ ઝુંબેશ, 218 કિલો વાસી ખોરાકનો નાશ

ફરસાણ સહિત કોઇપણ ખાદ્યસામગ્રી પ્રિન્ટીંગ થયેલા કાગળ કે પસ્તીમાં પેક કરીને આપવા ઉપર સખ્ત મનાઇ છે. આમછતા મોટાભાગના વેપારીઓ લોકોના આરોગ્ય સાથે આ રીતે ઘાતક ચેડા કરતા હોય આવા ધંધાર્થીઓ ઉપર મનપાએ તવાઇ ઉતારવાનું શરૂૂ કર્યુ છે. આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા કુલ 66 પેઢી, રેસ્ટોરન્ટની તપાસ કરી કુલ 218 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન તથા પસ્તીના વપરાશ બાબતે નોટિસ આપવામાં આવી છે. આ 26 પેઢી પાસેથી કુલ રૂૂ.42,000નો દંડ વસુલ કરાયો છે.

મનપાની ચેકીંગ ડ્રાઇવ દરમિયાન જનકલ્યાણ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી,શોપ નં.-4, એસ્ટ્રોન ચોક પાસે, વિરમણી સ્વીટ્સ નમકીન પેઢીને સીલ કરવામાં આવેલ. છે. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય, ફૂગ વાળો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા/શાકભાજી, પડતર મસાલા, ચારોળીનો પ્રતિબંધિત કલર કેમિકલ્સ, કચોરીનો મસાલો, પડતર ગુલફી, વાસી પ્રિપેર્ડ ફૂડ, પ્રિપેર્ડ સમોસા/કચોરીનો માવો કુલ મળીને અંદાજિત 91 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ.. પેઢીને રૂૂ.10,000નો દંડ કરાયો છે.

જ્યારે બેસ્ટ મયુર ભજીયા (સ્થળ -અજંતા પાર્ક ચંદ્રમૌલેશ્વર મહાદેવ સામે)થી એક્સપાયરી ડેટ પાણીની 200ળહ, 1-લિટરની પેકડ 350 બોટલ મળી કુલ 100 લી. તથા બ્રેડનો જથ્થો, 6સલ સડેલા શાકભાજીનો નાશ કરી રૂૂ.500 નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ મીઠી ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. આ ઉપરાંતભગવતી ફરસાણ સ્વીટ માર્ટ (આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ થતો હતો. વિશાલ સેલ્સ એજન્સી (આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ)માંથી એક્સપાયરી રિજેક્ટ જથ્થો અલગ રાખવા અંગે રૂૂ.4,000નો દંડ, જય બાલાજી ફરસાણ માર્ટ (પરિશ્રમ એપાર્ટમેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે .2,000નો દંડ, શ્રી દ્વારિકાધીશ ખમણ હાઉસ (અંબાજી કડવા પ્લોટ કોર્નર, સ્વામિનારાયણ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂૂ.2,000નો દંડ, આશા ફરસાણ (શાંતિ નિકેતન એપાર્ટમેંટ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂૂ.2,000નો દંડ, ક્રિષ્ના સેલ્સ એજન્સી (શાંતિ નિકેતન એપાર્ટમેંટ, કૃષ્ણનગર મેઇન રોડ)ને નોટિસ આપેલ તથા લાઇસન્સ ન હોવા અંગે રૂૂ.2,000નો દંડ, શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસા ( અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, કલ્પવૃક્ષ એપાર્ટમેંટ, ગરબી ચોક) પાસે લાઇસન્સ ન હોવા અંગે રૂૂ.1,000નો દંડ, જલિયાણ ફરસાણ એન્ડ નમકીન (ગાયત્રી નગર મેઈન રોડ, જલારામ ચોક)માં પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂૂ.1000નો દંડ, આઈ શ્રી ખોડીયાર ફરસાણ સ્વીટ (ગાયત્રી નગર મેઈન રોડ)ને 1000નો દંડ, રાજશક્તિ ગાંઠિયા (ક્રુષ્ણ નગર મેઇન રોડ, ધોળકિયા સ્કૂલ પાસે)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે, રૂૂ.500નો દંડ, રમેશ સ્વીટ ફરસાણ માર્ટ (કલ્પવૃક્ષ એપાર્ટમેંટ, ગરબી ચોક પાસે, ઙઉખ કોલેજ રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂૂ.1,000નો દંડ, મોમાંઇ ફરસાણ માર્ટ: અંબાજી કડવા પ્લોટ 4/એ કોર્નર, ઙઉખ કોલેજ રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે 1,000, શ્રીનાથજી સાબુદાણા ફરાળી ખિચડી (મઝદા એપાર્ટમેંટ, સ્વામિનારાયણ ચોક પાસે, ઙઉખ કોલેજ રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે 1,000, મનીષ ફરસાણ સ્વીટ (સોમનાથ હોલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂૂ.1,000, બાલાજી ભવાની ફરસાણ (આશા જિલ એપાર્ટમેંટ, કૃષ્ણનગર મેઇન રોડ)માં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂૂ.1,000, બાલાજી અમુલ પાર્લર : પરિશ્રમ એપાર્ટમેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ)ને લાઇસન્સ ડિસ્પ્લે રાખેલ ન હોવા અંગે રૂૂ 500 વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

આ ઉપરાંત મહાલક્ષ્મી સ્વીટ એન્ડ નમકીન (શ્યામલ વર્ટિક્સ, ધારેશ્વર ડેરી પાસે. સાધુ વાસવાણી રોડ)માંથી 3સલ એક્સપાયરી ડેટ વિતેલ બેકરી પ્રોડક્ટ નાશ કરી દંડ કરાયો હતો. જ્યારે કૈલાશ ફરસાણ (મોલેશ્વર મહાદેવ મંદિર સામે, અજંતા પાર્ક, સાધુ વાસવાણી રોડ)ને રૂૂ.500નો દંડ તથા 3સલ પસ્તી પસ્તીનો નાશ. , બાલાજી ફરસાણ (ગોલ્ડન સુપર માર્કેટ સામે)થી 4સલ પસ્તીનો નાશ, જય અંબે દાળપકવાન (કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી 3સલ બાફેલા બટેટા નો નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ.

જ્યારે અનિલ સમોસા: ભૂતખાના ચોક, ઢેબર રોડ પાસે આવેલ પેઢી માંથી પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે ₹ રૂૂ.500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.રમેશ સ્વીટ એન્ડ ફરસાણ: વિજય પ્લોટ 12 મેઈન રોડ પર આવેલ પેઢી માંથી પ્રિન્ટેડ પસ્તી વાપરવા અંગે રૂૂ.₹500/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીનાથજી પાણીપુરી ગોંડલ રોડ: ચોકડી પાસે આવેલ પેઢી માંથી 2 સલ વાસી કાપેલી ડુંગળીનો નાશ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ. જયરાજ દાબેલી: કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી3 સલ બાફેલા બટેટા નો માવો તથા 1સલ વાસી ચટણી નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપેલ.

દૂધમાં મિલાવટ ઉપર ધોંસ, 16 ડેરીમાંથી લેવાયા નમૂના
રાજકોટમાં બનાવટી અને ભેળસેળયુક્ત પનીર, બટર સહિતની ડેરી પ્રોડક્ટ વેંચનારા ધંધાર્થીઓ પર તવાઇ બોલાવી આવી પેઢીને સીલ કરવા સહિતની ઝૂંબેશ મનપાએ ચાલુ કર્યા બાદ હવે દૂધના ભેળસેળિયા ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા માટે વ્યાપક પ્રમાણમાં ચેકીંગ ચાલુ કરવામા આવ્યુ છે. મનપાએ પાડેલા દરોડા દરમિયાન જ્યા દૂધ શંકાસ્પદ લાગતુ હોય તેવી ડેરી સહિત 16 ડેરીને નોટિસ આપવા ઉપરાંત નમૂના લઇને લેબોરટરીમાં મોકલી આપવામા આવ્યા હતા. મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીની સુચનાથી સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતા સહિતના ફૂડ શાખાની અલગ અલગ ટીમે શહેરના ત્રણેય ઝોનમાં જાણીતી એવી ડેરીઓ સહિત દૂધના ધંધાર્થીઓને ત્યા ચેકિંગ ડ્રાઈવ શરૂૂ કરી છે. જેમા કૈલાશ ફરસાણ માર્ટ(સ્થળ -સરદાર નાગર મેઈન રોડ, ફોર પ્લસ કોમ્પ્લેક્સ) ખાતેથી મિક્સ દૂધ (લૂઝ), મધુરમ ડેરી ફાર્મ (સ્થળ -યોગેશ્વર પાર્ક મેઇન રોડ, સાધુવાસવાણી રોડ) ખાતેથી મિક્સ દૂધ (લૂઝ), જય દ્વારકાધીશ ડેરી ફાર્મ (સ્થળ – યોગીનગર રોડ સાધુવાસવાણી રોડ)માંથી દૂધ (લૂઝ), શ્રી વૃંદાવન ડેરી ફાર્મ (સ્થળ -આકાશવાણી ક્વાર્ટર, ન્યુ પરિમલ સોસાયટી, યુનિવર્સિટી રોડ)માંથી ભેંસનું દૂધ (લૂઝ), ગંગોત્રી ડેરી ફાર્મ (સ્થળ -શુભમ પાર્ક, સાધુવાસવાણી રોડ)માંથી મિક્સ દૂધ (લૂઝ), શ્રી બંસીધર ડેરી ફાર્મ (સ્થળ -ડાયમંડ એપાર્ટમેન્ટ સામે, સાધુવાસવાણી રોડ) ખાતેથી ભેંસનું દૂધ (લૂઝ)નો નમૂના લેવામા આવ્યો હતો. આ ઉપરાંત શ્રી રાધે ડેરી ફાર્મ (સ્થળ -ગમારા પેટ્રોલ પંપ સામે, રૈયા રોડ) ખાતેથી મિક્સ દૂધ (લૂઝ), મોમાઈ ડેરી ફાર્મ (સ્થળ -કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ) મુકામેથી મિક્સ દૂધ (લૂઝ), દ્વારિકાધીશ ડેરી ફાર્મ (સ્થળ -કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ) ખાતેથી ગાયનું દૂધ (લૂઝ), વિશાલ ડેરી ફાર્મ (સ્થળ: મંગળા મેઈન રોડ) મુકામેથી મિક્સ દૂધ (લુઝ), વૃંદાવન ડેરી ફાર્મ (સ્થળ: મિલપરા મેઇન રોડ, પૂજરા પ્લોટ કોર્નર) ખાતેથી મીકસ દૂધ (લુઝ), રીયલ ડેરી ફાર્મ (સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, કોઠારીયા) મુકામેથી ગાયનું દૂધ (લૂઝ) અને ભેંસનું દૂધ (લુઝ), ધારેશ્વર ડેરી ફાર્મ (સ્થળ -શ્યામલ વર્ટીક્સ, સાધુ વાસવાણી રોડના છેડે) મુકામેથી મિક્સ દૂધ (લૂઝ), શ્રીરાજ ડેરી ફાર્મ (સ્થળ -કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે)થી મીકસ દૂધ (લુઝ), વૃંદાવન ડેરી ફાર્મ (સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, 80રિં રોડ, કોઠારીયા) મુકામેથી ભેંસ નું દૂધ (લુઝ) અને ગોપાલ ડેરી ફાર્મ (સ્થળ -રામનગર માર્કેટ પાસે, મવડી મેઇન રોડ) ખાતેથી મિક્સ દૂધ(લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ.

Exit mobile version