Site icon Gujarat Mirror

પ્રાથમિકમાં વિદ્યાસહાયકની 13852 જગ્યા સામે 65 હજાર ફોર્મ ભરાયા

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 13,852 શિક્ષકોની જગ્યા સામે 65 હજાર જેટલા ફોર્મ આવ્યાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સૌથી વધુ ગણિત-વિજ્ઞાનમાં 19,010 અને સામાજિકમાં 16,623 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કાયમી ભરતી માટેના ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાહેર થશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ક્રમિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂૂપે પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં 5,000, ધોરણ 6થી 8માં 7,000 અને અન્ય માધ્યમની શાળાઓમાં 1,852 મળી કુલ 13,852 શિક્ષકોની ભરતી માટે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. આ ભરતી માટે ગત તારીખ 7 નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂૂ થયા હતા.

મળેલી વિગતો મુજબ, ગુજરાતી માધ્યમમાં ગણિત-વિજ્ઞાનમાં 19,010 ફોર્મ ભરાયા છે. એ સિવાય ગુજરાતીમાં 4,324, હિન્દીમાં 1,926, અંગ્રેજીમાં 7,207, સંસ્કૃતમાં 2,157, સામાજિક વિજ્ઞાનમાં 16.623 તેમજ અન્ય વિષયમાં 9,172 ફોર્મ ભરાયા છે. એ સિવાય અન્ય માધ્યમની જગ્યાઓમાં પણ અંદાજે 2 હજારથી વધુ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ભરતીમાં શિક્ષકોના જિલ્લા મુજબ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.
બીજી તરફ પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લાફેર બદલી કેમ્પના બીજા તબક્કાના ઓર્ડર બે દિવસમાં થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જિલ્લામાં ખાલી જગ્યાની સ્થિતિ બદલાશે. જેથી બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા મુજબ ખાલી જગ્યાની વિગતોના આધારે કેટેગરી મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મ ભરે ઉમેદવારોનું મેરિટ જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની કાર્યવાહી આગળ વધવી શક્ય નથી.

Exit mobile version