Site icon Gujarat Mirror

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં 63 ટકા મતદાન: 41 ઉમેદવારોના ભાવિ સાંજે ખૂલશે

પ્રમુખ પદ સહિત 16 હોદ્દા ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરેલા 41 દાવેદારોના ભાવિ મત પેટીમાં કેદ

બપોર બાદ મતગણતરી; મોડી રાત્રે જાહેર થનાર પરિણામ પર વકીલો સહિતના રાજકીય અગ્રણીઓની નજર

ભાજપ પ્રેરિત વકીલોની બંને પેનલો સામસામે આવતા ચૂંટણીનો માહોલ ગરમાયો; લીગલ સેલ માટે પ્રતિષ્ઠાનો જંગ

રાજકોટ સહિત રાજ્યભરના 282 બાર એસોસીએશનમાં આજે ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના આગલા દિવસે મળેલા જનરલ બોર્ડમાં તડાપીટ બોલતા ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. જેને પગલે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી મતદાન શરૂૂ થઈ ગયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં 63 ટકા જેટલું મતદાન નોંધાયું છેે. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર પ્રમુખ સહિતના વિવિધ 16 હોદા ઉપર 41 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ થયું છે. બપોર બાદ મતગણતરી થતા જ સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના પરિણામને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

રાજકોટ બાર એસોસીએશનના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખ પદ માટે ચાર દાવેદારો મેદાનમાં છે. જેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના સુરેશ ફળદુ અને આરબીએ પેનલના સુમિત વોરા વચ્ચે સીધો જંગ જામશે તો આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનિયર ધારાશાસ્ત્રી હરીસિંહ વાઘેલા અને નિરવકુમાર પંડ્યા પણ મેદાનમાં છે. ઉપપ્રમુખ અને ટ્રેઝરર મહિલા અનામતમાં બે-બે, સેક્રેટરી માટે ચાર, જોઈન્ટ સેક્રેટરી અને લાયબ્રેરી સેક્રેટરીના હોદ્દા માટે ત્રણ-ત્રણ દાવેદારો અને મહિલા અનામત કારોબારીમાં આઠ દાવેદારો તેમજ કારોબારીમાં સાત સભ્યની સંખ્યા માટે 15 ઉમેદવારો મેદાને છે.

16 પદ માટે 41 વકીલ ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીના આગલા દિવસે મળેલા જનરલ બોર્ડમાં તડાપીટ બોલતા ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. જેને પગલે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટ બાર એસોસિયેાનની ચૂંટણીનું સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું અને ત્રણ વાગ્યા સુધીમાં વન બાર વન વોટ મુજબ 4250 જેટલા વકીલ મતદારોમાંથી પૂર્વ સાંસદ માવજીભાઈ માવાણી, રમાબેન માવાણી, મનપાના પૂર્વ મેયર પ્રદીપ ડવ, સ્વામી દેવપ્રકાશદાસ મહંતશ્રી ઉનાવા ગાંધીનગર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોષી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સેનેટરી સભ્ય ભરતસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ બાથવાર, અશોકભાઈ ડાંગર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, અશોકસિંહ વાઘેલા,કિરીટભાઈ પાઠક, દિલીપભાઈ પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ, રાજકોટ શહેર લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ, શહેર લીગલ સેલના સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, રાજકોટ બાર એશો.ના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહી, અર્જુનભાઇ પટેલ, બકુલ રાજાણી, પરેશભાઈ મારૂૂ, સંજયભાઈ વ્યાસ, તુષારભાઈ ગોકાણી, રીપન ગોકાણી, જયદેવસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, વિજયભાઈ ભટ્ટ, દેવાંગ ભટ્ટ, મનીષભાઈ ખખર, ડીજીપી એસ.કે. વોરા, મહેશભાઈ જોશી, મુકેશભાઈ પીપળીયા, સમીરભાઈ ખીરા, અતુલભાઇ જોશી, પ્રશાંતભાઈ પટેલ, અનિલભાઈ ગોગીયા, તરૂૂણ માથુર, બીનલબેન રવેસિયા, સ્મિતાબેન અત્રી, આબિદભાઈ સોસન, રૂૂપરાજસિંહ પરમાર, ભગીરથસિંહ ડોડીયા અને જીગ્નેશ સભાડ, શ્યામલભાઈ સોનાપાલ, શાન્તનુંભાઈ સોનાપાલ, કોંગ્રેસ લીગલ સેલ રાજકોટ શહેર પ્રમુખ મેઘરાજસિંહ ચુડાસમા, મનોજ તંતી, નિલેશભાઈ વેકરીયા સહિતના વકીલ મતદારોએ મતદાન કરતા કુલ 63 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલ વચ્ચે જંગ ખેલાઈ રહ્યી છે ત્યારે ભારે રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે રાજકોટ બાર એસોસિએશનમાં મતદાન મથક પર વકીલ મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો બપોર બાદ મત ગણતરી શરૂૂ કરવામાં આવશે અને મતગણતરી પૂર્ણ થતાંની સાથે જ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામોને લઇને વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છ

 

Exit mobile version