Site icon Gujarat Mirror

રામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરી


શહેરના રામાપીર ચોકડી પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી કોઇ તસ્કર લેપટોપ, ચાર્જર, ટુલકીટ અને બસ સ્ટેન્ડની અંદાજીત 40 જેટલી ચાવીઓ સહિત 61 હજારની મતા કોઇ તસ્કર ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


વધુ માહિતી મુજબ માંડા ડુંગર પાસે મહાકાળી માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઇ હુકાભાઇ ઓળકીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ એમનેક્સ કંપનીમાં સાઇટ ઇન્જેનર તરીકે નોકરી કરે છે. ગઇ તા.12ના રોજ તેમની સાથે સાથી કર્મચારી ફેઝલભાઇ શેખ (રહે. સુભાષનગર શેરી નં.3) પાસેથી તેમણે લેપટોપ વાપરવા લીધો હતો. જેમની કિમત 51 હજાર રૂપિયા થયા છે.


તા.12ના રોજ સાંજના સમયે આઠેક વાગ્યે સંજયભાઇ અને તેમની સાથે કામ કરતા મીતભાઇ રાદડીયા રામાપીર ચોકડી પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે ટીવીનું રીપેરીંગ કરવા ગયા હતા. ત્યાં તેમનું કામ પુરુ થયુ ત્યારે તેમનું બેગ જોતા ત્યાં લેપટોપ, ચાર્જર, ટુલકીટ અને 40 જેટલી ચાવીઓ ભરેલું બેગ ત્યાં જોવામાં ન આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.બી.વારોતરીયા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version