ગુજરાત

રાજકોટ જિલ્લામાં ભૂગર્ભ જળ રિચાર્જ કરવા 5237 સ્ટ્રકચર્સ બનાવાશે

Published

on

સરકારના જળસંચય જનભાગીદારી અભિયાન અન્વયે ભૂગર્ભ જળના તળને રીચાર્જ કરવા માટે રાજકોટની 17થી પણ વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહો દ્વારા વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો તૈયાર કરવાનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 500, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (સી.એસ.આર) દ્વારા 500, જિલ્લા આયોજન ઓફિસ દ્વારા 150, ડિસ્ટ્રીક પ્લાનિંગ ઓફિસ, જી.આઇ.ડી.સી.(સી.એસ.આર.) દ્વારા 500, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા 300, બિલ્ડર એસોસિયશન દ્વારા 500, એન.જી.ઓ. પ્રાંત દ્વારા 250, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 700, રૂૂડા દ્વારા 250, આર.સી.એમ. દ્વારા 250 એમ અંદાજે 5263 જેટલા વોટર રૂૂફ ટોપ વોટર હાર્વેસ્ટીંગના કામો થશે. જેમાં હાલ, 1326 જેટલા સ્થળોએ આ કામનો પ્રારંભ થઇ ચૂકયો છે.


રાજકોટ જિલ્લામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહની સાથે સાથ કેટલાક જળ સ્ત્રોતોનો વધારો પણ થયો છે. જેમાં થોડા વર્ષો પહેલા રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત અટલ સરોવર જળસંચય તો કરે જ છે ઉપરાંત, સહેલાણીઓ માટે પિકનીક સ્પોટ પણ બન્યું છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ગોડલાધાર (સોમપીપળિયા) ગામમાં પણ એક નવનિર્મિત સરોવર સરકાર દ્વારા બનાવવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ વરસાદના નવા નીરના વધામણા ખુદ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કર્યા હતા. તાજેતરમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલિપ સખિયા અને નગરસેવક(કોર્પોરેટર) કેતન પટેલના પ્રયત્નોથી રાજકોટના છેવાડાના કણકોટ ખાતે રંગોલી પાર્કમાં અમૃત સરોવરનું નિર્માણ કરાયુ છે. જેમાં આ વર્ષે સારા પડેલા અનરાધાર વરસાદથી સરોવર ઓવરફલો થઇ ગયું છે.


ભારે વરસાદમાં વહી જતા વરસાદી પાણીનો જો જળ સંગ્રહ કરવામાં આવે તો પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. સરકારી સ્તરે તો જળ સગ્રહ અને જળ સંચયના અભિયાનો ચલાવવામાં આવી રહયા છે. પરંતુ, તેમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ ઉંચા આવશે. જેનો લાભ આજુબાજુના સ્થાનિક લોકો અને ખેડૂતોને મળશે. કેચ ધ રેઇનએ મુખ્ય ધ્યેય અન્વયે ઔદ્યોગિક વસાહતો, વિવિધ સંસ્થાઓના કેમ્પસ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાઓ ઊભી કરાશે.


સિંચાઈ વિભાગ દ્વારા બોરવેલ તથા કુવા રીચાર્જ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ ધાર્મિક સામાજિક તથા સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓને વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવી લોકોને જળસંચય અભિયાનમાં જોડવા તથા સંસ્થાના દરેક કેન્દ્ર તથા સભ્યના રહેણાંક વિસ્તારમાં બોરવેલ બનાવવા તથા બોરવેલના રીચાર્જ કરવાની કામગીરી કરવા પર વધુને વધુ ભાર મૂકવામાં આવે છે.


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બોરવેલ બનાવવા અને તથા બોરવેલને રીચાર્જ કરવાની કામગીરીમાં ટેકનિકલ તથા અન્ય તમામ પ્રકારે સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટીનો ઉપયોગ જળસંચયની કામગીરીમાં શાળાના યુનિવર્સિટીના જળ સંચય માટે બોરવેલ બનાવવા અને કામગીરી માટે મદદરૂૂપ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version