ગુજરાત
ગોંડલ રોડ-બાપુનગર-કોઠારિયા રોડ પર 5 મિલક્ત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અલગ અલગ વિસ્તારોમાં વધુ પાંચ મિલ્કતો સીલ કરી દસ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી હતી. તેમજ સ્થળ ઉપર રૂા.20.32 લાખની વેરા વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા બદરંગ ગલીમાં નિર્મલા ચેમ્બર્સ ને નોટીસ સામે રિકવરી કરતા પીડીસી ચેક આપેલ. પટેલ સેવા સમાજ નજીક ઉન્નતી કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં-3 ને નોટીસ સામે રિકવરી કરતા પીડીસી ચેક આપેલ. સરદારનગર મેઈન રોડ પર રજની શેરી નં-9 માં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા.4.65 લાખ. ગોંડલ રોડ પર બોમ્બે હોટેલ સામે અતુલ કોમ્પેલક્ષમાં સેક્ધડ ફ્લોર ઓફીસ નં-206 ને નોટીસ સામે રિકવરી કરતા ઙઉઈ ચેક આપેલ. સરદારનગર મેઈન રોડ પર ગોલ્ડન સ્પેસ 21 ઓફીસ નં-1 ને નોટીસ સામે રિકવરી રૂૂ.1.10 લાખ. ગોંડલ રોડ પર મુરલીધર વે બ્રીજ નજીક ગણેશ પાર્કમાં પ્લોટ નં-6માં શોપ નં-114 ની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.70,000/-. બાપુનગર વિસ્તારમાં 1- યુનિટને સીલ મારેલ હતું.
વેરા વિભાગ દ્વારા બાપુનગર વિસ્તારમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા.2.85 લાખ. બાપુનગરમાં યાદવ ચેમ્બર્સ નજીક 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા.1.98 લાખ. જીલ્લા ગાર્ડન મેઈન રોડ પર બાપુનગરમાં શેરી નં-9 માં રાજન ફર્નીચર પાછળ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા.1.65 લાખ. કાન્તા વિકાસ ગૃહ સામે ભક્તિનગર સોસા શેરી નં-1 માં શ્રીમદ ભવન શોપ નં-11 ને નોટીસ સામે રિકવરી રૂા.90,860. પરધામ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને નોટીસ આપેલ. કોઠારીયા વિસ્તારમાં વરુણ ઈન્ડ એરિયામાં સ્વાતિ પાર્ક નજીક 2-યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા.1.20 લાખ. માલધારી ફાટક નજીક જય ભારત પોલીમર્સ સામે ક્લાસિક ઈન્ડ એરિયામાં 1-યુનિટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂા.84,760 કરી હતી.