રાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા…

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા બ્રિજ પર એકસાથે કામગીરી શરૂૂ થવાથી 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કોઈ યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ કે વૈકલ્પિક ડાયવર્ઝન રોડની વ્યવસ્થા કર્યા વગર આ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. જેના પરિણામે હાઈવેનો મોટો ભાગ વન-વે જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ.

કલાકો સુધી વાહનો અટવાઈ જતાં મુસાફરો, ખાનગી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળ્યો હતો. ગરમી વચ્ચે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કલાકો સુધી વાહનોમાં ફસાયા હતા. ઘણા મુસાફરોને પીવાના પાણી અને ખાવા-પીવાની પણ તકલીફ પડી હતી.ટ્રાફિક જામનો ગંભીર પ્રભાવ ઇમરજન્સી સેવાઓ પર પણ જોવા મળ્યો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હતી, જેના કારણે દર્દીઓના જીવને જોખમ ઊભું થયું હોવાની ચર્ચા હતી.