રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશમાંથી 47 લાખની નકલી ચલણી નોટો કબજે

Published

on

તમામ નોટો રૂા.500ની દરની

આંધ્રપ્રદેશમાંથી એલુરુ પોલીસે નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સ્થળ જઈ તપાસ હાથ ધરવામાં આવતા નકલી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી 47 લાખ રૂૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે.પોલીસે 500 રૂૂપિયાના દરની નોટોના બંડલ ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી નકલી ચલણી નોટાના બંડલ સહિતનો તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ નકલી નોટો ક્યાંથી આવી અને કોને આપવાની હતી. તેમજ આ રેકેટમાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version