રાજકોટમાં 3 વર્ષની બાળા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની જેલ

રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વ ત્રણ વર્ષની માસુમ બાળકીને નમકીન આપવાની લાલચ આપી પાડોશમાં રહેતા 45 વર્ષના ઢગાએ ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા…

રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વ ત્રણ વર્ષની માસુમ બાળકીને નમકીન આપવાની લાલચ આપી પાડોશમાં રહેતા 45 વર્ષના ઢગાએ ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. જે દૂષ્કર્મના પ્રયાસના ગુનામાં અદાલતે 45 વર્ષના ઢગાને પાંચ વર્ષની સખદ કેદની સજા અને ભોગ બનનાર બાળકીના પિતાને એક લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વે બાળકો સાથે રમતી ત્રણ વર્ષની માસુમ બાળકીને પાડોશમાં રહેતા રામચંદ્ર રામબીરોજ પાસવાન નામના 45 વર્ષના ઢગાએ નમકીન આપવાની લાલચ આપી ઘરે બોલાવી શારીરિક અડપલા કરી નાશી છૂટ્યો હતો. જે અંગે માસુમ બાળકીએ પોતાની માતા સમક્ષ આપવીતી વર્ણવતા બાળકીને તબીબી પરીક્ષણ અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જયા બાળકીના ગુપ્તાંગમાં તેલ અને ઇજાના નીશાન મળી આવતા ભોગ બનનાર બાળકીની માતાએ પોલીસ મથકમાં રામચંદ્ર પાસવાન વિરૂધ્ધ દૂષ્કર્મની કોશીશની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપીની ધરપડક કરી જેલ હવાલે કરાયો હતો.

જે કેસમાં આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ઘ્યાને લઇ અધીક સેશન્સ જજ ટી.એસ.બ્રહ્મભટ્ટે ત્રણ વર્ષની બાળા ઉપર દૂષ્કર્મનો પ્રયાસ કરનાર રામચંદ્ર પાસવાનને પાંચ વર્ષની સખદ કેદની સજા અને રૂા.10 હજારનો દંડ તેમજ ભોગ બનનાર બાળકીના પિતાને રૂા.1 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા અને એપીપી આબીદભાઇ એ. સોસન રોકાયા હતા.