ક્રાઇમ
માળિયાના રોહીશાળા ગામના પાટિયા પાસેથી કારમાંથી 427 દારૂની બોટલ ઝડપાઇ
અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી ડઞટ કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-427 કિ.રૂૂ.1,91,051/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 11, 91, 051/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગીરાહે રાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી એક ડઞટ ગાડી રજીસ્ટર નંબર ૠઉં-01-ઊંચ-8450 વાળી માળીયા તરફ આવનાર છે અને આ ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ભરેલ છે.તેવી બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર બાતમીવાળી ગાડીની વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી ફોર વ્હીલ ગાડી નીકળતા તેમાંથી ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-427 કિ.રૂૂ.1,91,051/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 11, 91, 051/- નો મુદામાલ કબ્જે કરી આરોપી ડઞટ કારના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.