Site icon Gujarat Mirror

કડિયાવાડ વિસ્તારમાં ભાડાના મકાનમાંથી વિદેશી દારૂની 425 બોટલ ઝડપાઇ

રૂ. 53 હજારનો મુદ્ામાલ જપ્ત કરાયો

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં માધાણી શેરીમાં ભાડા નુ મકાન રાખીને રહેતા હિરેન પ્રાણલાલ વસાણી નામના શખ્સ દ્વારા પોતાના ભાડાના મકાનમાં બહારથી ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો ઉતારીને સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે મોડી સાંજે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન મકાનમાંથી નાની-મોટી 425 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

આથી એલસીબી ની ટીમે રૂૂપિયા 53,660 ની કિંમત નો ઇંગલિશ દારૂૂનો જથ્થો કબજે કર્યો છે, જયારે દારુનો ધંધાર્થી હિરેન વસાણી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version