Site icon Gujarat Mirror

મેટોડાની ખાનગી કંપનીના મેનેજર સાથે ટાસ્ક પૂરા કરવાના નામે 41 લાખની ઠગાઈ

રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી નજીક વાજડી ગામે રહેતા મૂળ રાજસ્થાનના યુવાનને ઓનુલાઈન ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ રૂૂા.41 લાખની છેતરપિંડી કર્યાની રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે રેન્જ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ મેટોડા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં આસિસટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા અમિત માલીરામ શર્મા (ઉ.વ.37)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. અમિત શર્માને તેના વ્હોટ્સએપમાં આરોપીઓએ મેસેજ કર્યા હતા અને તેને ગ્રીન ફૂડ કંપનીનાં કર્મચારી તરીકેની ઓળખ આપી પોતાનું નામ આયુષમતી જણાવ્યું હતું. તેમજ તેની આસિસટન્ટ મોરામોહને અમિત શર્માને પ્રથમ વ્હોટ્સએપમાં બાદમાં ટેલિગ્રામ એકાઉન્ટ પર વાતચીત શરૂૂ કરી હતી. બાદમાં ઓનલાઇન ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી એક ટેલિગ્રામ એકાઉન્ટવાળાએ અલગ-અલગ ફી સ્વરૂૂપે જુદા-જુદા ખાતામાં ઓનલાઈન પેમેન્ટ કરાવડાવી તા.24-10-2025 થી લઇ તા.30-11-2025 સુધીમાં આશરે 46 જેટલા ટ્રાન્ઝેક્શન મારફતે રૂૂા. 41,14,184 જેટલી રકમ જમા કરાવી લઇ છેતરપિંડી આચરી હતી.

હાલ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે અત્યાર સુધી ગઠિયાઓ અનેક લોકો સાથે ઠગાઇ કરી ચૂક્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ અવારનવાર આ બાબતે લોકોને સચેત રહેવા અનુરોધ કરે છે. આમ છતાં વધુને વધુ લોકો ટાસ્ક પૂરા કરવાના નામે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.રાજકોટ ઉપરાંત ગુજરાતના અનેક નાના મોટા શહેરો અને ગ્રામ્ય પંથકમાં લોકો રૂૂપિયા કમાવવાના નામે આવી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

Exit mobile version