પોપટપરામાં 40 વર્ષ જૂનુ વૃક્ષ કાપી નખાયુ; વિસ્તાર સાંજ સુધી બફાયો

શહેરમાં અનેક વિસ્તાર અને સોસાયટીઓમાં વર્ષો જુના વૃક્ષો આવેલા છે અને ઘણી વખત આ પ્રકારના વૃક્ષો જોખમી પણ હોય છે ત્યારે શહેરના પોપટપરા વિસ્તારમાં મેઈન…

શહેરમાં અનેક વિસ્તાર અને સોસાયટીઓમાં વર્ષો જુના વૃક્ષો આવેલા છે અને ઘણી વખત આ પ્રકારના વૃક્ષો જોખમી પણ હોય છે ત્યારે શહેરના પોપટપરા વિસ્તારમાં મેઈન રોડ પર 40 વર્ષ જુનુ વૃક્ષ રસ્તા પર જોખમી રીતે હોય તેને હટાવવા માટે સ્થાનિક નગરસેવક દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે મનપાની ટીમ દ્વારા હટાવવાની કામગીરી કરાઈ હતી.

આ કામગીરી દરમ્યાન બાજુમાં રહેલા વિજ થાંભલા પર વૃક્ષ પડતા અસર થઈ હતી. જેને બદલાવવાની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરાય હતી. આ કામગીરી દરમ્યાન સવારે સાત વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પોપટપરાના સ્થાનિકોને બફારો સહન કરવો પડયો હતો. ઉપરાંત વૃક્ષ પડતાં રસ્તો બંધ થતા ટ્રાફીકજામની સ્થિતિ પણ સર્જાય હતી. જો કે ટ્રાફીક શાખા આવી અને રસ્તો કલીયર કરાવ્યો હતો.