Site icon Gujarat Mirror

ગિફટ સિટીમાં વિદેશી દારૂ પર વેટમાં 40 ટકાનો ઘટાડો

ગુજરાતની નાણાકીય અને વૈશ્વિક રોકાણ કેન્દ્ર તરીકે વિકસતી GIFT સિટીને વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વાસ્તવમાં નવા ફેરફારો હેઠળ GIFT સિટીમાં પીરસાતા વિદેશી દારૂૂ પર લાગતા ટેક્સ અને વધારાની ફીમાં નોંધપાત્ર રાહત આપવામાં આવી છે, જેના કારણે ત્યાં પીણાંના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઉભી થઈ છે. અગાઉ GIFT City માં વિદેશી દારૂૂ પર 65% ટઅઝ લાગતો હતો, જેના કારણે દારૂૂના ભાવ મુંબઈ, દિલ્હી જેવા શહેરોની સરખામણીએ ઘણા વધારે હતા.

નવી વ્યવસ્થા મુજબ વિદેશી દારૂૂ પર લાગતો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે. સાથે જ પ્રતિ સર્વિંગ લેવામાં આવતી વિશેષ ફી પણ દૂર કરવામાં આવી છે.

આ પગલાથી GIFT સિટીમાં મળતા દારૂૂના ભાવ દેશના અન્ય મોટા શહેરો સાથે વધુ સ્પર્ધાત્મક બની શકે છે. બે અલગ અલગ જાહેરનામા દ્વારા રાજ્ય સરકારે વિદેશી દારૂૂ પર લાગતો વેલ્યુ એડેડ ટેક્સ (ટઅઝ) 65 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. સાથે જ 30 મીલી દારૂૂના સર્વિંગ પર વસૂલાતી અંદાજે રૂૂ. 240 જેટલી વિશેષ ફી પણ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવી છે.

અહેવાલો આ ઘટાડાની અસર સમજીએ તો અગાઉ GIFT સિટીની કોઈ વાઇન-એન્ડ-ડાઇન સુવિધામાં 30 મીલી વિદેશી દારૂૂની મૂળ કિંમત રૂૂ. 100 હોય તો તેના પર રૂૂ. 240 વિશેષ ફી અને તે બાદ 65 ટકા ટઅઝ લાગતા કુલ કિંમત રૂૂ. 561 સુધી પહોંચતી હતી. હવે નવા નિયમો બાદ તે જ પીણું અંદાજે રૂૂ. 125માં ઉપલબ્ધ થશે. તે જ રીતે જો 30 મીલી દારૂૂની મૂળ કિંમત રૂૂ. 1,000 હોય તો અગાઉ વધારાની ફી અને ટેક્સ સાથે તેની કિંમત રૂૂ. 2,046 સુધી જતી હતી. હવે નવા નિયમો પછી તેની કિંમત અંદાજે રૂૂ. 1,250 રહેશે. જોકે આ તમામ કિંમત સંભવિત હોઇ શકે છે આ અંગે હજી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.

Exit mobile version