ગુજરાત
સુરતથી સાઇક્લિગં કરી 4 યુવાનો પહોંચ્યા સોમનાથ
દરરોજ 120 કિમી અંતર કાપી સુરત પહોંચ્યા
વિશ્ર્વપ્રસિધ્ધ સોનમાથ મહાદેવ મંદિરે સુરતથી સોમનાથ સાયકલીંગ યાત્રા કરી ચાર ઉત્સાહી સાયકલસવારો સોમનાથ આવી પહોંચતા સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા સલામતી અધિકારી ઉમેદસિંહ જાડેજાએ તેઓને શુભેચ્છા આપી. યુવાનોમાં સાયકલ પ્રત્યે ઉત્સાહ વધે પ્રેરણા મળે તે માટે સુરતના નરેશ ચૌકસી ઉ.વ.62 અને જીતેન્દ્ર રોયેલા ઉ.વ.51 તેઓએ આ સાયકલ યાત્રા પાંચ દિવસમાં પુરી કરી 620 કીમીનું અંતર કાર્યું. તેમની સાથે આકાશ રોયેલા ઉ.વ.26 અને કરણ મોરી ઉ.વ.28 સાયકલ સાથે ભાવનગરથી જોડાયા હતા.દરરોજના 120 થી 125 કીલોમીટર અંત્તર કાપવામાં આવતું અને સવારે 6 થી 11 અને સાંજે 4 થી 6 સુધી સાયકલીંગ કરતા.
અહીંથી તેઓ પરત પણ સાયકલીંગથી ભાવનગર સુધી જશે અને ત્યાં રોરો ફેરીમાં સાયકલ રાખી સુરત પહોંચશે.આ સાયકલ યાત્રામાં પરિવાર પણ અન્ય વાહનમાં પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યો હતો. જેમાંના પુજા ચૌકસી કે જેઓ રાષ્ટ્રીય ટ્રાયથોન એથલીટ છે તેના પિતા આ સાયકલ યાત્રામાં સામેલ હોઇ તેના માર્ગદર્શન અને પરિવારના ગૌરવપ્રદ પ્રસંગ હોઇ ઉપસ્થિત રહેશે. આ સાયકલ યાત્રાનો હેતુ યુવાનો- બાળકોમાં તંદુરસ્ત લાઇફ સ્ટાઇલ અને પ્રેરણા મળતી રહે તે હતો. સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી સૌએ આશીર્વાદ મેળવ્યા હતા.