રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પરિવાળા ગામના માણસુરભાઈ પાલીયા પરિવાર સામે સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) સર્ટિફિકેટના આધારે નોકરીઓ મેળવવાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. આ પરિવાર પેઢીઓથીOBC (SEBC) વર્ગનો હોવાના સ્પષ્ટ પુરાવા હોવા છતાં, તેમના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ભરતીઓમાં ST કેટેગરી હેઠળ સિલેક્શન મેળવ્યું છે.
યુવા અધિકાર ન્યાય ચળવળના યુવારાજસિંહ જાડેજાએ આ મુદ્દે વિગતવાર દસ્તાવેજી પુરાવા સાથે પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે.
આ પરિવાર જસદણ તાલુકાના પરિવાળા ગામનો વતની અને ગઢવી સમાજનો છે. જસદણ તાલુકો આદિવાસી વિસ્તારમાં આવતો નથી. ગામના અન્ય તમામ પરિવારો OBC કેટેગરીનો લાભ લે છે. પિતા માણસુરભાઈ લાભુભાઈ પાલીયા પાસે અગાઉથી OBC /SEBCના દાખલા છે. તેમના સંતાનો પાસે પણ નોન-ક્રિમિલિયર દાખલા ઉપલબ્ધ છે. આ પરિવારના ત્રણ દીકરા અને દીકરી એસટી અનામત મેળવી નોકરીએ લાગી ગયા છે.
સૌથી મોટો સવાલ એ છે કે, આ પરિવારના સગા કાકીબા ગીતાબેન બાબભા લાંબા વર્ષ 2017ની સ્થાનિક ચૂંટણીમાં જામનગર જિલ્લાના જાંબુડા ગામમાં OBC મહિલા અનામત બેઠક પરથી સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. જો પિતૃપક્ષ OBC હોય તો જ આ શક્ય બને. તો પછી સંતાનોની કેટેગરી કઈ રીતે બદલાઈ?
વિશાલ માણસુરભાઈ પાલીયા : વર્ષ 2017ની ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી (જૂનાગઢ રેન્જ)માં વિશાલ માણસુરભાઈ પાલીયા જઊઇઈ કેટેગરીમાં ફોર્મ ભરીને ફિઝિકલ ટેસ્ટ આપ્યું હતું. તેમનો ક્ધફર્મેશન નંબર 81626803 અને રોલ નંબર 13132152 હતો.
માત્ર 21 મહિના પછી, નવેમ્બર 2018માં ગુજરાત હાઈકોર્ટની ખુન ભરતીમાં તેઓ ST કેટેગરીમાં અરજી કરીને સિલેક્ટ થઈ ગયા. હાલમાં તેઓ હાઈકોર્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને ST કેટેગરીના કારણે ઝડપી પ્રમોશન મેળવ્યું છે.
આરાધના માણસુરભાઈ પાલીયા: તા. 26 મે 2026ના રોજ જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની મહેસૂલ તલાટી (વર્ગ-3) ભરતીની યાદીમાં આરાધના માણસુરભાઈ પાલીયા (સીરીયલ નં. 4056, ક્ધફર્મેશન નં. 60884030) ST કેટેગરી હેઠળ અમદાવાદ જિલ્લો મેળવીને સિલેક્ટ થયા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે તેમને નિમણૂંક પત્ર આપવામાં આવ્યું છે. તેઓ હાલ GPSC (STI Mains)ની પરીક્ષાઓ પણ ST કેટેગરીમાં આપી રહ્યા છે.
મોહિત પ્રવિણભાઈ પાલીયા: વર્ષ 2016-17માં ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીમાં SEBC તરીકે લાયકાત મેળવી હતી. વર્ષ 2022માં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પશુ નિરીક્ષક (Live Stock Inspector) ભરતીમાં ST કેટેગરીમાં ફોર્મ ભરીને મેરિટ લિસ્ટમાં ક્રમ 359 પર સ્થાન મેળવ્યું. અભય અરવિંદભાઈ પાલીયા: વર્ષ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની જુનિયર ક્લાર્ક ભરતીમાં ST કેટેગરી હેઠળ સિલેક્ટ થયા છે.
નિયમ મુજબ ભરતી બોર્ડ, સંલગ્ન વિભાગ (મહેસૂલ), જિલ્લા કચેરી અને આદિજાતિ કમિશનર કચેરી (બિરસા મુંડા આદિજાતિ કમિશનર) એમ ચાર સ્તરે દસ્તાવેજોની ચકાસણી થાય છે. આટલા તમામ સ્તરે આ વિરોધાભાસ કેમ નજરે ચડ્યો નહીં? જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો આ કેસ બંધારણના અનુચ્છેદ 14, 15(4), 16(4) અને 342નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ ખોટા પ્રમાણપત્રથી મળેલી નોકરી શરૂૂઆતથી જ રદબાતલ ગણાય છે. ઇગજની કલમ 336, 340, 342, 318(4), 229, 230 અને 61(2) હેઠળ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના ગુના બને છે.
