આંતરરાષ્ટ્રીય
કેનેડામાં ભયાનાક કાર અકસ્માતમાં 4 ગુજરાતીઓ મોતને ભેટ્યા, પીડિતોમાં બે ભાઈ-બહેન હતા
કેનેડામાં ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માત ટોરેન્ટોમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગોધરાના સગા ભાઈ-બહેન અને આણંદ જિલ્લાના બે યુવકોનાં કરુણ મોત થયાં છે. આ કારમાં ચાર લોકો સવાર હતા તેમાંથી ચાર લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર કાર પુરઝડપે જઈ રહી હતી. આ કારમાં 4 ગુજરાતીઓ સવાર હતા. કાર ચલાવનાર યુવાનને સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને રેલીંગ સાથે ધડાકાડભેર ટક્કર થઈ હતી. ઘટના બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 4 લોકો જીવતા ભડથું થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કાર સાથે ચોંટી ગયા હતા. અગ્નિશામક દળના જવાનોએ આગ બુઝાવ્યા પછી મૃતદેહોને પોસ્ટમોર્ટ અર્થે ખસેડ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી મંગલમુર્તિ સોસાયટીમાં રહેતા સંજયસિંહ ગોહિલના બે સંતાનો કેતાબા ગોહિલ કેનેડા ગયા હતા. ત્યાં લેબ ટેકનિશન તરીકે નોકરી કરતા હતા, તેમના પુત્ર નીલરાજ ગોહિલ પણ કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. ત્યાર બાદ તે પણ ત્યાં નોકરી કરતો હતો. તેઓ કેનેડાના બ્રેહ્મટન શહેરમાં રહેતા હતા. તેઓની સાથે આણંદ જિલ્લાના બોરસદના જય સિસોદીયા, દિગ્વીજય પટેલ, ઝલક પટેલ પણ સાથે રહેતા હતા.મોતની ખબર ગોધરા ખાતે તેમના પરિવારજનોને પહોંચતા શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અકસ્માતમા ઝલક પટેલ કારમાંથી નીકળી જતા તેનો બચાવ થયો હોવાની માહીતી મળી રહી છે.