IPLમાં ચાલતી મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 4 ઝડપાયા : 2ની શોધખોળ

આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમવાની મોસમ ખીલી હોય તેમ બે વેપારી સહિત ચાર શખસોને સટ્ટો રમતા ઝડપી લેવાયા છે. જયારે બે શખસોના નામ ખુલ્યા…

આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમવાની મોસમ ખીલી હોય તેમ બે વેપારી સહિત ચાર શખસોને સટ્ટો રમતા ઝડપી લેવાયા છે. જયારે બે શખસોના નામ ખુલ્યા છે. માર્કેટ યાર્ડ, મોરબી રોડ અને કોઠારીયા રોડ પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીસીબીના એએસઆઈ મહિપાલસિંહ, ઘનશ્યામસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એરપોર્ટ રોડ પર રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ હરપાલસિંહ જુવાનસિંહ વાળા (ઉ.વ. 37 રહે. આશાપુરાનગર)ને ઝડપી લઈ મોબાઈલમાં તપાસ કરતા મોબાઇલમાં ઓલ પેનલ 777 ડોટ નાઉ નામની આઈડી માં આઇપીએલની એસ.આર.એચ અને કે.કે.આર વચ્ચેની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આરોપી પાસેથી રૂપિયા 5000 ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં કોઠારીયામાં ડાયમંડ રોડ સોમનાથ ગેટથી સાંઈબાબા સર્કલ તરફ અશ્વિન જેઠાભાઈ સિદપરા(ઉ.વ. 44 રહે. શિવ ભવાની ચોક, શિવ ભવાની સોસાયટી, કોઠારીયા) ને ઝડપી લઈ આઈપીએલની મેચ પર સેશન્સ અને ભાવના લખાય જુગારના સોદાઓ છે તેવું કહ્યું હતું. આ સોદા કોણે લખાવ્યા છે તે બાબતે પૂછતા અને તેના મોબાઇલમાં કોલ હિસ્ટ્રી જોતા 81601 22681 નંબર પરથી સોદા લખાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું તે તે બાબતે પૂછતા તે આ મોબાઈલ નંબર ધારકને ઓળખતો ન હોય પરંતુ તેના મિત્ર મિતેશભાઇ સિદપરા (રહે. કોઠારીયા રોડ, સરકારી સ્કૂલની પાછળ) વાળાએ આ નંબર આપ્યો હોવાનું કહ્યું હતું.

ત્રીજા દરોડામાં મોરબી રોડ સેટેલાઈટ ચોક મેઇન રોડ રામપાર્ક કોર્નર બાપાસીતારામ મેડીકલ સ્ટોર પાસેના રોડ પરથી બે શંકાસ્પદ શખસને ઝડપી લીધા હતા જેના નામ પૂછતા ભૌતિક જયંતીભાઈ ભંડેરી (ઉ.વ. 28 રહે. આર.ડી રેસીડેન્સી) અને તુષાર આંબાભાઈ લુણાગરિયા (ઉ.વ. 25 રહે. ખોડલધામ રેસીડેન્સી શેરી નંબર 5, મેંગો માર્કેટ પાછળ)ને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા હતાં. જુના માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલ ઇન્ડિયન કંપનીના પેટ્રોલ પંપની પાછળ રોડ પરથી એક શખસને ઝડપી લઇ તેની પૂછતાછ કરતા પોતાનું નામ વનરાજ લધરાભાઈ ખટાણાને આઇપીએલની મેચ પર સોદા ફોન નંબર 63590 77687 પર લખાવતો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.