ગુજરાત
ફ્રોડના ગુનાના આંતરરાજ્ય ગેંગના 4 આરોપી ઝડપાયા
લેપટોપ-ટેબ્લેટ-મોબાઈલ ફોન તેમજ સંખ્યાબંધ બેંકના ક્રેડિટ કાર્ડ-ચેકબુક સહિતનું સાહિત્ય કબજે
જામનગર ની એક હોટલ મા કેટલાક શખ્સો ગેમિંગ થી મેળવેલાં નાણા ઓનલાઈન સગવગે કરી રહ્યા છે, તેવી બાતમીના આધારે જામનગરની સાઈબર ક્રાઇમ પોલીસની ટીમ તથા એસ.ઓ.જી. શાખાની ટુકડીએ સામુહિક રીતે દરોડો પાડી ને ચાર શખ્સો ને ઝડપી પાડ્યા હતા.અને તેઓ પાસે થી મોબાઇલ ફોન લેપટોપ- ટેબલેટ એમ જ બેન્ક ને લગતા સંખ્યાબંધ સાહિત્ય વગેરે કબ્જે કર્યા હતા.જામનગરમાં ઓસવાળ હોસ્પિટલ સામે આવેલ કૈલાસ હોટેલ ના રૂૂમ નંબર 209 માં ત્રણ અજાણ્યા ઇસમો પોતાની પાસે નાં લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઇલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થી મેળવેલ નાણા સગેવગે કરી ગેર કાયદે આર્થિક વ્યવહારો કરી રહ્યા છે.
જે બાતમી નાં આધારે પો.સબ ઈન્સ. એચ.કે ઝાલા એ સાયબર કાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ને સાથે રાખી ને બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલાં અને કમીશન થી મેળવેલ અન્ય વ્યક્તિઓ ના બેંક એકાઉન્ટ માં ઓનલાઈન ફ્રોડ ના અને ગેર કાયદે ઓનલાઈન ગેમીંગ ના નાણા પોતાના પાસે રહેલાં લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેકિંગ ના માધ્યમ થી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓ ને નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય જેઓ ને જામનગર ખાતે ના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
પકડાયેલા આરોપીઓ મા રાહુલ હિરાભાઈ નારોલા ( ઉ.વ.19 રહે. સુરત મૂળ રહેગામ-દામનગર તા.લાઠી જિ.અમરેલી), એમ.ડી.બાદશા એમ.ડી.નાસિર (ઉ.વ.28 રહે. સીટી-બેન્ડેલ હુગલી રાજ્ય-પશ્ચિમ બંગાળ) , અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો (ઉ.વ.38 રહે.બડગામ જિ રામગઢ – ઝારખંડ) અને સ્થાનિક શખ્સ તુષાર ઘેટીયા (ઉ.વ.30 રહે. કૃષ્ણનગર જામનગર ) પાસે થી અલગ-અલગ બેંક એકાઉન્ટસ ની ચેકબુક નંગ-3, અલગ-અલગ બેકના ડેબીટ કાર્ડ નંગ-8, લેપટોપ-1, ટેબલેટ-1, મોબાઈલ ફોન નંગ- 5 અને છુટક સીમકાર્ડ-3 કબ્જે કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગના ચારેય સભ્યોની અટકાયત કર્યા બાદ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને તેમણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તેમજ કેટલા નાણાની હેરફેર કરી છે, જે સમગ્ર બાબતો મેળવવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, અને આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.