Site icon Gujarat Mirror

ઢીચડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ ઝડપાઇ

 

જામનગર નજીક ઢીચડામાં એલસીબી ની ટુકડીએ એક રહેણાક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂની બાટલી અને ઇંગ્લિશ દારૂૂ ના પાઉચ સાથે એક શખ્સની અટકાયત કરી લીધી છે.
એલ.સી.બી. ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક ઢીચડા માં રહેતા આસિફ એહમદભાઈ સોઢા નામના શખ્સના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂૂ ઉતારવામાં આવ્યો છેઝ તેવી બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડીએ ઉપરોક્ત મકાન પર દરોડો પાડ્યો હતો. હતો,જે દરોડા દરમિયાન મકાનમાંથી આઠ નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી તેમ જ 37 નંગ ઇંગ્લિશ દારૂૂ ના પાઉચ મળી આવ્યા હતા. આથી પોલીસે રૂૂપિયા 8,900 ની માલ સામગ્રી કબજે કરી લઈ મકાન માલિક આસિફ અહમદભાઈ સોઢાની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version