આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલમાં 35 લોકોને ટ્રક હેઠળ કચડ્યા
તેલઅવીવમાં આતંકવાદી હુમલો, ચાલક ઠાર
હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ લડી રહેલા ઇઝરાયેલમાં મોટો હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીંના તેલ અવીવ શહેરમાં એક વ્યક્તિએ બસ સ્ટોપ પર ઉભેલા 35 લોકો પર ટ્રક ફેરવીદેવામાં આવી હતી. જેમાં 35ને ઇજા થઇ છે. ઘાયલ થયેલા 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ બાદ જ આ અંગે વિગતવાર કંઈક કહી શકાશે. તે જ સમયે, ટ્રકના ડ્રાઇવરને પોલીસે ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ઘાયલ લોકોમાં મોટાભાગના વૃદ્ધો છે. આ લોકો થોડા સમય પહેલા મ્યુઝિયમ જવા માટે બસમાં આવ્યા હતા. બસ તેમને નીચે ઉતારીને જતી રહી હતી આ દરમિયાન એક ટ્રકે આ લોકોને હડફેટે લીધી હતા.
તપાસ અધિકારી મેગેન ડેવિડ એડોમના જણાવ્યા અનુસાર, ઘટના બાદ 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્લીલોટ બેઝ પાસે લોકો પટકાયા છે. 6 લોકોની હાલત ગંભીર છે. તે જ સમયે, 5 લોકોની સ્થિતિમાં સુધારો થયો છે. જ્યારે 20 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ચાર લોકોની હાલત હજુ સ્થિર છે. તમામ ઇજાગ્રસ્તોને તેલ અવીવની ઇચિલોવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.