રાજકોટમાં આવતા 5 વર્ષમાં 30 હજાર પરિવારને મળશે ઘરનું ઘર

11 હજાર ફ્લેટ બનાવવા માટે કેન્દ્ર સરકારમાંથી ઇનપ્રિન્સિપલ એપ્રુવલ પણ કેન્દ્ર સરકારમાંથી મળી ગઇ EWS-I પ્રકારના આવાસ માટે લાભાર્થીનો ફાળો રૂ.3 લાખ અને EWS-II  માટે…

11 હજાર ફ્લેટ બનાવવા માટે કેન્દ્ર સરકારમાંથી ઇનપ્રિન્સિપલ એપ્રુવલ પણ કેન્દ્ર સરકારમાંથી મળી ગઇ

EWS-I પ્રકારના આવાસ માટે લાભાર્થીનો ફાળો રૂ.3 લાખ અને EWS-II  માટે રૂ. 6 લાખ નક્કી કરાયો છે. જ્યારે આવાસ સાથે બનનારી કોમર્શિયલ દુકાનોની અંદાજિત કિંમત રૂ.35 લાખ પ્રતિ દુકાન રહેશે : બેંકો, કોર્પોરેશન અને લાભાર્થી વચ્ચે ’ત્રિપક્ષીય કરાર’ કરીને નાગરિકોને સરળતાથી લોન મળી રહે તેવી સુવિધા ઊભી કરાશે

રાજકોટને સ્લમલેશ બનાવવાની વાતો આમતો છેલ્લા એક દસકાથી થઇ રહી છે. ઝૂપડપટ્ટીની જગ્યાએ આવાસ યોજના બની રહી છે એ વાત સાચી પણ તેની સામે સરકારી જગ્યા પર અન્ય નવી ઝૂપડપટ્ટી અને સ્લમ વસાહત બની રહી છે એ પણ એક વાસ્તવિકતા છે. અત્યાર સુધીમાં હજારો બેઘર લોકોને મનપાએ આવાસ યોજનાનો લાભ આપ્યો છે, તેમા આજી નદી કાંઠ, જંગલેશ્વર સહિતના વિસ્તારવાસીઓ પણ આવી જાય ત્યારે તેની સામે બીજી એક હકિકત એ પણ છે કે, જેમને આવાસ યોજનાનો લાભ મળ્યો છે એ જ પરિવાર ફરી હતા ત્યાને ત્યા આવીને વસવાટ કરવા લાગ્યા છે.

અમુક પરિવારે તો ક્વાર્ટર ભાડે ચડાવીને મહિને બાંધી આવક મેળવવાનું પણ શરૂૂ કરી દીધુ હોવાના કિસ્સાઓ બહાર આવી ગયા છે. આ ઉપરાંત માત્ર કાગળ પર ગરીબ બનીને સરકારી ક્વાર્ટર મેળવનારા અમુક માલેતુજારો પણ ખુલ્લા પડ્યા છે. નો-ડાઉટ, આવા કિસ્સામાં મનપાએ આવાસની ફાળવણી રદ કરવાનો કડક નિર્ણય પણ લીધો હોવાના અમુક કિસ્સા છે. દરમિયાન આ હકિકતો વચ્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના પાર્ટ-2 સ્કીમ હેઠળ આગામી 5 વર્ષમાં નવા 30 હજાર ફ્લેટ નિર્માણ કરવા મનપાએ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે. એ પૈકી 11 હજાર ફ્લેટ બનાવવા માટે કેન્દ્ર સરકારમાંથી ઇનપ્રિન્સીપલ એપ્રુવલ પણ કેન્દ્ર સરકારમાંથી મળી ગઇ હોવાનું મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ.

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે, (PMAY) 2.0 અંતર્ગત એક ભવ્ય અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.આગામી પાંચ વર્ષમાં રાજકોટ શહેર માટે કુલ 30 હજાર આવાસો બનાવવાનો એક વિશાળ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 11 હજારથી વધુ આવાસો માટે સરકારમાંથી સૈદ્ધાંતિક મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. આવાસની આ નવી સ્કીમમાં આંગણવાડી, આંતરિક રોડ રસ્તા, ડ્રેનેજ અને પીવાના પાણી જેવી પાયાની જરૂૂરિયાતોનું આયોજન ઇન્ટરનલ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે. બાંધકામની સમયસર પૂર્ણાહુતિ અને શ્રેષ્ઠ ગુણવત્તા જળવાઈ રહે તે માટે મલ્ટીપલ લેવલ પર ચેક્સ એન્ડ બેલેન્સની સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

વધુમાં કમિશનરે જણાવ્યુ હતુ કે, શહેરના પોપટપરા, મવડી, કણકોટ રોડ, મોટા મવા, કાલાવડ રોડ, મવડી, કટારિયા ચોકડી, મુંજકા, રૈયા, વાવડી સહિત જુદા જુદા વિસ્તારોમાં આવતા પાંચ વર્ષમાં કુલ 6 ફેઝમાં નવી આવાસ યોજનામાં 30 હજાર ફ્લેટ બનવાના છે. એ પૈકી પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 2340.10 કરોડના ખર્ચે 14,711 આવાસો અને 606 દુકાનો બનાવવાની તૈયારી મનપાએ શરૂૂ કરી છે. આવાસ મેળવવા માટે જે-તે પરિવારની મહત્તમ વાર્ષિક આવક રૂ.3 લાખ હોવી અનિવાર્ય છે.

તેમજ છેલ્લા 20 વર્ષમાં સરકારી આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોય તેવા જ પરિવારો આ યોજના માટે પાત્ર ઠરશે. EWS-I પ્રકારના આવાસ માટે લાભાર્થીનો ફાળો રૂૂ.3 લાખ અને EWS-Iઈં માટે રૂ. 6 લાખ નક્કી કરાયો છે. જ્યારે આવાસ સાથે બનનારી કોમર્શિયલ દુકાનોની અંદાજિત કિંમત રૂૂ. 35 લાખ પ્રતિ દુકાન રહેશે. લાભાર્થીના ફાળે આવતી રકમ ચુકવવામા સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશન પોતે એક મહત્વની કડી બનશે. બેંકો, કોર્પોરેશન અને લાભાર્થી વચ્ચે ત્રિપક્ષીય કરાર (Tripartite Agreement) કરીને નાગરિકોને સરળતાથી લોન મળી રહે તેવી સુવિધા ઊભી કરાશે.

આટલા વિસ્તારમાં આવાસ યોજના માટે ચાલતી ટેન્ડર પ્રક્રિયા
ફેઝ-1માં પોપટપરા, મવડી, કણકોટ રોડ તથા મોટા મવા વિસ્તારમાં રૂૂ. 464.38 કરોડના ખર્ચે 3170 આવાસો (ઊઠજ-ઈં અને ઊઠજ-ઈંઈં) અને 93 દુકાનો માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને વહીવટી પ્રક્રિયા કાર્યરત છે. ફેઝ-2માં કાલાવડ રોડ, મવડી, કટારીયા ચોકડી અને મુંજકા જેવા મોકાના વિસ્તારોમાં રૂૂ. 427.53 કરોડના ખર્ચે 2679 આવાસો અને 70 દુકાનો માટેની ટેન્ડર પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. ફેઝ-3 અને 4માં મવડી, રૈયા અને વાવડી જેવા વિસ્તારોમાં મંજૂર થયેલા અનુક્રમે 2516 અને 2232 આવાસો માટે ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. ફેઝ-5 અને 6 બાકી રહેલા 2288 અને 1826 આવાસો માટેની વિગતવાર પ્રોજેક્ટ વિગતો (ઉઙછ) રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે.

ઘરના ઘરની સાથે રોજગારીની પણ તક: 606 દુકાનોનું થશે નિર્માણ
આ પ્રોજેક્ટની અન્ય એક વિશિષ્ટતા એ છે કે તેમાં 606 જેટલી દુકાનોનું નિર્માણ પણ કરવામાં આવશે. જ્યારે આટલી મોટી વસાહત ઊભી થતી હોય ત્યારે ત્યાં રહેતા લોકોને જીવનજરૂૂરી ચીજવસ્તુઓ ઘરની નજીક જ મળી રહે તે જરૂૂરી છે. આ દુકાનોના માધ્યમથી પ્રોજેક્ટને આર્થિક સપોર્ટ તો મળશે જ, સાથે સાથે નાના ધંધાર્થીઓ અને સ્થાનિક લોકોને રોજગારની એક નવી તક સાંપડશે.

ટૂંક સમયમાં 3,071 આવાસોનું બાંધકામ શરૂ થઇ જશે : મ્યુનિ.કમિશનર
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે, અગાઉના બજેટમાં જાહેર કરાયેલા 3,071 આવાસો પૈકી 50 ટકા જેટલી પેપર વર્કની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર તેનું કામ ખૂબ જ ઝડપથી શરૂૂ કરી દેવામાં આવશે. તંત્ર આ વિશાળ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી અને પૂરતા મેનપાવર સાથે આગળ વધી રહ્યું છે.