Site icon Gujarat Mirror

મોબાઈલમાં ઓનલાઈન આઈડીમાં ક્રિકેટ સટ્ટો રમતાં 3 શખ્સો ઝડપાયા

શહેરમાં અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડી પોલીસે મોબાઈલમાં ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે યુનિવર્સિટી રોડ, ગુરૂજીનગર શાક માર્કેટ અને રેસકોર્સ નજીક દરોડા પાડયા હતાં.

ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાર ,કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર અને અરવિંદકુમાર ફતેપરા સહિતના સ્ટાફે યુનિવર્સિટી રોડ સરકારી આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં સનરાઈઝ કોલ્ડ્રીંક્સ નામની દુકાન સામે બાંકડા પર બેસી મોબાઇલમાં ઓલ પેનલ એક્સચેન્જ ડોટ કોમ નામની આઈડી મારફત ઓનલાઈન કસીનો- ક્રિકેટ મેચમાં સોદાઓ કરી જુગાર રમનાર હિતેશ બાબુભાઈ સાવલિયા (ઉ.વ 43 રહે. કાલાવડ રોડ કેકેવી હોલ પાસે શ્રીજી હોટલની સામે પેરેડિયામ ફ્લેટ નંબર 402, મૂળ જેતપુર) ને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂૂપિયા 50,000 ની કિંમત નો આઈફોન કબ્જે કરી હતી.
જ્યારે બીજા દરોડામાં પોલીસ હેડ ક્વાર્ટર તથા રેસકોસ ફન વર્લ્ડના ગેટની વચ્ચેના ખુલ્લા વિસ્તારમાં એક શખસ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોય પોલીસે અહીં પહોંચી આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ અબ્બાસ નુરમોહમ્મદભાઈ પંજા (ઉ.વ 33 રહે. હાલ હોટલ શાહી દરબાર, સદર બજાર, મૂળ વેરાવળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના મોબાઇલમાં તપાસ કરતા ડોન 247 નામની આઈડી મારફત ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું માલુમ પડ્યું હતું. તેના ફોનમાં કુલ રૂૂપિયા 18000 ના ઓનલાઈન સોદાની વિગત મળી હતી.જેથી પોલીસે આ શખસ પાસેથી રૂૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરી તેની સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

જંકશન મેઇન રોડ મોરબી હાઉસ પાસેના રોડ પર જાહેરમાં મોબાઈલ ફોન પર ઓલ પેનલ 777 નામની આઈડી મારફત આઈસીસી મેન્સ વર્લ્ડ કપના વોર્મઅપ મેચ પર ઓનલાઈન જુગાર રમતા કેતન કાંતિભાઈ ભંડેરી (ઉ.વ 30 રહે. લક્ષ્મણ ઝુલા સોસાયટી શેરી નંબર એક બાપાસીતારામ ચોક મવડી) નામના ઇમિટેશનના ધંધાર્થીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂૂપિયા 5000 ની કિંમત નો મોબાઇલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version