Sports

T-20 વર્લ્ડ કપની 6માંથી 3 પીચ ખરાબ

Published

on

વર્લ્ડ કપ પૂરો થયાના બે માસ બાદ ICCએ રેટિંગ જાહેર કર્યુ

ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ રોમાંચક રીતે જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. જો કે, હવે આ ટૂર્નામેન્ટ સમાપ્ત થયાના લગભગ બે મહિના પછી, આઇસીસીએ તેમાં ઉપયોગમાં લેવાતી પીચનું રેટિંગ જાહેર કર્યું છે.


આઇસીસી એ 6 પીચોનું રેટિંગ જાહેર કર્યું છે, જેમાંથી તેણે 2 પીચને સારી ગણાવી છે, જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલમાં વપરાયેલી પીચને ખૂબ જ સારી રેટિંગ આપવામાં આવી છે. આઇસીસીએ ત્રણ મેચની પીચ પર નારાજગી વ્યક્ત કરી છે.


આઇસીસીએ 3 જૂને દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં વપરાયેલી પીચને અસંતોષકારક જાહેર કરી છે. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 77 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી આઇસીસીએ 5 જૂને આયર્લેન્ડ અને ભારત વચ્ચેની મેચમાં વપરાયેલી પીચને પણ અસંતોષકારક જાહેર કરી છે. અહીં આયરિશ ટીમ 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મોટી વાત એ છે કે રોહિત શર્મા પણ બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બંને મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટીમાં યોજાઈ હતી. જોકે, આઇસીસીએ ભારત-પાકિસ્તાન મેચમાં વપરાયેલી પીચને સાચી ગણાવી છે.


આઇસીસીએ ટી20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં વપરાયેલી પીચ પર પણ નારાજગી વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ નોક આઉટ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમ માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું પરંતુ તેના બેટ્સમેનોને પણ શોટ રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે ત્રિનિદાદ-ટોબેગોમાં રમાયેલી આ મેચની પીચને પણ આઇસીસી દ્વારા અસંતોષકારક જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version