Site icon Gujarat Mirror

આણંદના યુવક-યુવતીને અજરબૈજાનમાં બંધક બનાવી ખંડણી પડાવનાર 3 સ્થાનિક એજન્ટો ઝડપાયા

આણંદ જિલ્લાની એક યુવતી અને યુવાનને કેનેડા થઈ અમેરિકા મોકલવાના નામે મુંબઈનાં એજન્ટોએ અજરબૈજાનમા લઈ જઈ ત્યાં બંધક બનાવી તેમની પાસેથી રૂૂ. 65 લાખ પડાવ્યા હતા. આ બનાવ સંદર્ભે ચાર દિવસ પહેલા ભારતીય દુતાવાસે યુવાન યુવતીને છોડાવ્યા હતા.દરમિયાન આજે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ટોળકીના મુંબઈમાં સંતાયેલા ત્રણ સ્થાનિક વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા અને તેમને આણંદ લાવી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આણંદ તાલુકાના ઝાખરીયા ગામના ધ્રુવ મુકેશભાઈ પટેલ અને આકલાવ તાલુકાના કંથારીયા ગામના દીપિકા ધવલભાઇ પટેલ નામની યુવતીને મુંબઈના એજન્ટોએ કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. એજન્ટોએ યુવક -યુવતીને અમેરિકા મોકલવાના બદલે અજારબૈજાન લઈ ગયા હતા અને ત્યાં તેમને કેદ કરી લીધા હતા. અપહરણકારોએ યુવકને માર મારતો વિડીયો બનાવ્યો અને તેના પરિવારજનોને વોટ્સએપ ઉપર કોલ દ્વારા બતાવ્યો હતો અને તેમને ડરાવીને તેમની પાસેથી ખંડણી માંગીને રૂૂ. 65 લાખ પડાવી લીધા હતા. તથા વધુ નાણાંની પણ માગણી કરીને તેમની કિડની કાઢી વેચી દેવાની ધમકી પણ આપી હતી . આ બાબતની જાણ યુવાનના પરિવારે આણંદ ગ્રામ્ય પોલીસને કરી હતી. જેને પગલે ચાર દિવસ પહેલા તેમના વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ યુવાન અને યુવતીને છોડાવવા માટે ભારત સરકારના બાકૂ ખાતેના દુતાવાસે અને વિદેશ મંત્રાલયે મહેનત કરી 24 ક્લાકમાં જ આ બન્ને ને છોડાવ્યા હતા.બીજી બાજુ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી.

જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ આ બનાવની તપાસ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સોંપી હતી, જેને પગલે પીઆઈ એચ. આર.બ્રહ્મભટ્ટ, પીએસઆઇ એસ.ઓ. ચૌધરી અને તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મુંબઈના હોય તેઓની ટેકનીકલ અને બીજા માધ્યમોથી તપાસ કરાવી હતી. આ દરમિયાન ત્રણેયના લોકેશન મુંબઈના મળ્યા હતા એટલે તાત્કાલિક પીએસઆઇ ચૌધરી અને ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને તેમણે મુંબઈમાંથી મમતાબેન જીતેશભાઈ ગામિત (રહે. એ વિંગ હિલ સ્પ્રિંગ,વિજય ગાર્ડન થાણે,મુંબઈ) તથા કેતન રમેશભાઈ સોની (રહે.સનલાઈટ, એસવી રોડ, દહીસર, ઇસ્ટ મુંબઈ ) તથા ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરો (રહે.એ.એ.ગોન્સાલવેસ ચકલા,અંધેરી, ઇસ્ટ મુંબઈ) ની ધરપકડ કરી હતી અને આણંદ લઈ આવી હતી. તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે આ ત્રણેયને 18 ફેબ્રુઆરી એટલે કે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા.

Exit mobile version