જૂના મોરબી રોડ પર રિક્ષામાંથી 31 હજારના દારૂ સાથે 3 પકડાયા

શહેરના જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીકથી પોલીસે રિક્ષામાંથી 31 હજારના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા…

શહેરના જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીકથી પોલીસે રિક્ષામાંથી 31 હજારના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ જે.આર.ધાંધલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જૂના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીકથી ઓટોરિક્ષાને ઝડપી લઇ તેમા બેઠેલા રિક્ષા ચાલક મહેન્દ્ર નાજીભાઇ સાગઠીયા, રહે. મહનહરપુર જામનગર રોડ, શ્યામસિંહ સંજયસિંહ જાડેજા અને મિતેષ રણછોડભાઇ વાઘેલા રહે.બંને પોરબંદરને ઝડપી લઇ તેમની પાસે રહેલા બેગની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.74 કિંમત રૂા.31 હજાર મળી આવતા પોલીસે દારૂ અને રિક્ષા મળી કુલ રૂા.74 હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સોની અટકાયત કરી પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.