ગુજરાત

કાશ્મીર ટૂર પેકેજના બહાને રાજકોટના લોકો સાથે 3.35 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

Published

on

સોશિયલ મીડિયામાં આવતી જાહેરાતોને બદલે ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવા સાયબર ક્રાઇમની અપીલ

આજકાલ આધુનિક યુગમાં સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ દ્વારા લોકોને છેતરવા નવા કીમીયાઓ અજમાવી રહ્યા છે. ત્યારે રાજ્યની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા સેમીનારો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં લોકો લાલચમાં આવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે. શહેરના નિર્મલા રોડ પર રહેતા કૌશિકભાઇ વ્રજલાલભાઇ મહેતા (ઉ.વ.58)એ ગઇ તા.21/8ના રોજ સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ.

પોતે ફેસબુકમાં આવેલી જાહેરાત પરથી કાશ્મીર ટુર પેકેજના બહાને તેઓએ મિત્રો અને પરિવારજનો માટે કાશ્મીર ટુરની 3.35 લાખની ટિકીટ બુક કરાવી હતી. આ બનાવમાં ફરિયાદીને ટીકીટ નહીં મળતા તેમજ આરોપીઓએ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીના શખ્સને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે.


મળતી વિગતો મુજબ, સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કૌશીકભાઇ મહેતા અને તેમના મિત્રો અને પરિવારજનો સાથે ફેસબુકના માધ્યમથી કાશ્મીર ટુર પેકેજના બહાને રૂા.3.35 લાખની છેતરપીંડી થઇ હતી. આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ એમ.એ.ઝણકાટ, પીઆઇ આર.જી.પઢીયાર, એ.એસ.આઇ. વિવેકભાઇ કુછડીયા, દિગ્વિજયસિંહ ઝાલા, જયપાલસિંહ સોલંકી અને પૃથ્વીરાજસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને ટેકનિક્લ સોર્સ દ્વારા જાણવા મળ્યું હતુ કે, આરોપી દિલ્હીનો વતની છે.

ત્યાર બાદ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી પહોંચી આરોપી પર વોચ ગોઠવી ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં પોતાનું નામ હીમાંશુ વીનોદ કુમાર યાદવ (રહે. હાઉસ નં.18 ગલી નં.19 એ-2 બ્લોક વેસ્ટ સંત નગર બુરારી દિલ્હી) હોવાનું જણાવ્યું હતુ. આરોપીએ પોતે જ પોતાના ફેસબુક પર માઉન્ટેન મુવર્સ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની જાહેરાત મુકી છેતરપીંડી આચરી હતી. આ તકે સાયબર ક્રાઇમના પી.આઇ. આર.જી.પઢીયારએ સોશ્યલ મિડિયા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આવતી જાહેરાતો પરથી શોંપીગ કે ટૂર પેકેજ બુકીંગ કરવાને બદલે ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version