ગુજરાત
ગુજરાતમાં 53 ટોલનાકા પરથી ટોલટેકસ પેટે 25000 કરોડની વસૂલી
રાજ્યનાં 9 હાઇવેના નિર્માણ પાછળ 11 હજાર કરોડનો ખર્ચ કરી રૂા.19 હજાર કરોડ ટોલ વસૂલાયો
સૌથી વધુ અમદાવાદ-ભરૂચ એકસપ્રેસ વે ઉપર 3833 કરોડના ખર્ચ સામે 9204 કરોડનું ઉઘરાણું
ગુજરાતમાં 9 નેશનલ હાઇ-વે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇ-વેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, રાજ્યના 53 ટોલ પ્લાઝા પરથી હાલ સુધી 24780 કરોડ ટોલ વસૂલાયો છે. જયારે રાજયના 9 નેશનલ હાઇ-વે બનાવવાનો ખર્ચ 11061 કરોડ થયો હતો, જેના પર અત્યાર સુધી 19483 કરોડ ટોલ લોકો પાસેથી વસૂલાયો છે.
ભરૂૂચ-સુરત, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, વડોદરા-ભરૂૂચ અને ગારામોર-સામખિયાળી એવા નેશનલ હાઇ-વે છે જેના પર નિર્માણ ખર્ચ બમણાથી વધુ ટોલ ટેક્સ વસૂલાયો છે. અન્ય એક જવાબ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 1464 કિલોમીટર રોડને નેશનલ હાઇ-વેનો દરજ્જો મળ્યો છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ, રાજ્યમાં નેશનલ હાઇવે પર 3500થી વધુ અકસ્માતમાં 2100 લોકોના મોત અકસ્માતમાં નીપજ્યાં હતા. જયારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 1464 કિમી રોડ નેશનલ હાઇવે તરીકે સમાવાયો છે.
ગુજરાતમાં અમદાવાદ- વડોદરા એકસપ્રેસ હાઇવેનો નિર્માણ ખર્ચ રૂા.2125 કરોડ આવ્યો છે તેની સામે અત્યાર સુધીમાં રૂા.4709 કરોડ ટોલટેકસ પેટે ઉઘરાવી લેવામાં આવ્યા છે અને આ ઉઘરાણું હજુ પણ ચાલુજ છે. વડોદરા-ભરૂચ વચ્ચેના એકસપ્રૅસ વેમાં પણ રૂા.1589 કરોડના ખર્ચ સામે રૂા.4495 કરોડ ઉઘરાવી લેવાયા છે. આ બન્ને ફેઇઝના નિર્માણમાં કુલ રૂા.3833 કરોડના ખર્ચ સામે 92.4 કરોડનું ઉઘરાણું કરાયું છે.
કંડલા-મુન્દ્રા હાઇવે 954 કરોડના ખર્ચે બન્યો હતો. હાલ સુધી તેના 79% એટલે કે 753 કરોડ રૂૂપિયા ટોલ ટેક્સથી વસૂલવામાં આવ્યા છે. બામણબોર-ગારામોર હાઇવે 446 કરોડના ખર્ચે તૈયાર થયો.તેના 55% એટલે કે 244 કરોડ ટોલથી વસૂલાયા છે. અમદાવાદ-ગોધરા હાઇવે 1155માં બન્યો. તેના 52% એટલે કે 605 કરોડ ટોલથી વસૂલાયા છે. જયારે ટોલટેકસની વસુલાતમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે આવે છે. 2017-18થી 2023-24 સુધીમાં સૌથી વધુ રાજસ્થાનમાં રૂા.27807 કરોડ, બીજા નંબરે ઉતરપ્રદેશમાં રૂા.26747 કરોડ અને ગુજરાતમાં 23903 કરોડનો ટોલટેકસ વસુલાયો છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ, 2019થી 2023 દરમિયાન રાજ્યમાં કુલ 9860 લોકોએ નેશનલ હાઇવે પર રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. 2023માં જ 3505 અકસ્માતમાં 2178 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 1748 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલ જવાની જરૂૂર પડી હતી. જ્યારે 1207 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. વર્ષ દર વર્ષ નેશનલ હાઇ-વે પર થતાં અકસ્માતમાં વધારો થયો છે.
ગુજરાતમાં 2019-20થી 2023-24 દરમિયાન સ્ટેટ રોડ, ગ્રીનફિલ્ડ સ્ટ્રેચ મળીને કુલ 1464 કિલોમીટરના રોડને નેશનલ હાઇવે તરીકે સૂચિત કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. સૌથી વધુ અરુણાચલ પ્રદેશમાં 1830 કિમી અને આંધ્ર પ્રદેશમાં 1774 કિમી રોડ નેશનલ હાઇવે તરીકે નોટિફાઇ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 2022-23માં સૌથી વધુ 844 કિમીનો રોડ નેશનલ હાઇવે તરીકે સમાવાયો છે.