રાજસ્થાનના ગરીબના નામે સુરતમાં નકલી ડાયમંડ કંપની બનાવી આચરાયેલુ કૌભાંડ
માત્ર 15 હજાર રૂૂપિયા મહિનાની આવક ધરાવતા 62 વર્ષીય દરજી રેખરાજ થાડાને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી 975 કરોડ રૂૂપિયાની વસૂલાતની નોટિસ મળતાં આખા પરિવારમાં આંચકો લાગ્યો છે. રાજસ્થાનના આ ગરીબ દર્જી, જેમણે ક્યારેય ગુજરાતની ધરતી પર પગ પણ મૂક્યો નથી, તેમને સુરતની એક નકલી ડાયમંડ કંપનીના ડિરેક્ટર તરીકે બતાવીને આ નોટિસ મોકલવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓએ તેમના પાન કાર્ડ અને અન્ય ઓળખપત્રોનો દુરુપયોગ કરીને કાગળ પર 2500 કરોડ રૂૂપિયાના હવાલા વ્યવહારો કર્યાનો આક્ષેપ છે.
આ નકલી કંપનીના રજિસ્ટર્ડ સરનામે જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં કોઈ ડાયમંડ કંપની નહીં, પરંતુ ઝરી અને આઈસ ગોલા મશીનોનું રિપેર કામ કરતી સામાન્ય વર્કશોપ છે. ઘરના માલિક દીપકભાઈ ક્લેટવાલાએ જણાવ્યું કે 1997થી તેમનો પરિવાર અહીં રહે છે અને ક્યારેય કોઈ બેંક કે આઈટી અધિકારીએ વેરિફિકેશન માટે મુલાકાત લીધી નથી. તેમને રૂૂપ રજત ડાયમંડ કંપનીનું નામ પણ ખબર નથી.
કંપનીના રેકોર્ડ તપાસતાં જાણવા મળ્યું કે રેખરાજને માત્ર એક જ નહીં, પરંતુ બીજી એક કંપની ‘જય બાબેરી ડાયમ પ્રાઇવેટ લિમિટેડ’માં પણ ડિરેક્ટર તરીકે નોંધાવવામાં આવ્યા છે. 2011થી આ નકલી કંપનીઓ તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કંપની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ફિઝિકલ વેરિફિકેશન ન થતું હોવાને કારણે આવી છેતરપિંડી સરળ બની જાય છે.
આઈટી વિભાગની નોટિસમાં રેખરાજને 20 ઓગસ્ટ સુધીમાં સુરતમાં હાજર થવા કહેવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે ઇમેઇલ દ્વારા જવાબ મોકલ્યો છે. તેમણે પોતાના દસ્તાવેજોના દુરુપયોગ અંગે પીસાંગણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને અજમેર એસપી કચેરીમાં પણ રજૂઆત કરી છે. સીએના વિશ્ર્લેષણ મુજબ આ નોટિસ સેક્શન-179 હેઠળ કંપનીના બાકી કરની વસૂલાત માટે ડિરેક્ટરો પાસેથી કરવામાં આવી છે, જેમાં આશરે 750 કરોડ ટેક્સ અને 225 કરોડ પેનલ્ટી સામેલ છે.
આ કેસમાં ડાયરેક્ટર સાવ સામાન્ય ગરીબ વર્ગના અને ઝીરો વર્થવાળા હોવા છતાં તે માત્ર મૌખિક રીતે નિર્દોષ હોવાનો દાવો કરીને છૂટી શકતા નથી. ઓળખકાર્ડના દુરુપયોગ બદલ સાયબર ક્રાઈમમાં ઋઈંછ નોંધાવવી પડશે તેમજ છઘઈ સમક્ષ રજૂઆત કરવી પડશે. જો ડિપાર્ટમેન્ટ તરફથી રાહત ન મળે તો પીડિતે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને સ્ટે મેળવવો પડશે, ત્યારબાદ જ કોર્ટ તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે.
ડાયમંડ કંપનીના રજિસ્ટર્ડ એડ્રેસ ઉપર ગોલાના મશીન રીપેરીંગનું કામ ચાલે છે!
રજિસ્ટર્ડ સરનામે તપાસ કરતાં ત્યાં દીપકભાઈ હસમુખભાઈ ક્લેટવાલાનો પરિવાર રહેતો હોવાનું સામે આવ્યું હતું. મકાનમાલિક દીપકભાઈએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર 1997માં ક્ધસ્ટ્રક્શન થયા બાદથી અહીં રહે છે અને પિતાના સમયથી શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રીપેરિંગ કામ થાય છે. અહીં ક્યારેય કોઈ બેંક કે ઇન્કમટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા નથી. તેઓ રૂૂપ રજત ડાયમંડ કંપની કે તેની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને ઓળખતા પણ નથી.
