25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝન સહિત દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ અને…

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝન સહિત દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસોના નામે ડરાવી લોકો પાસે પૈસા પડાવનાર મુખ્ય સૂત્રધાર બીસીએ સુધી ભણેલા રફીકુલ આલમ (ઉ.વ. 25) (રહે. આસામ)ની ધરપકડ કરી છે.

એસપી વિવેક ભેડાએ જણાવ્યું હતું કે, તપાસમાં કુલ 1,090 સાયબર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી ચાઈનીઝ ક્રિમિનલ્સ સાથે ડાઈરેક્ટ સંપર્કમાં હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, ગેંગના સભ્યો પોલીસ, ઈઇઈં, ઊઉ અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી બની પીડિતોનો સંપર્ક કરતા હતા. કેટલાક કિસ્સામાં ચાઈલ્ડ પોનોગ્રાફી, ગેરકાયદે ઓનલાઈન પ્રવૃત્તિ અથવા અન્ય ગંભીર ગુનામાં સંડોવણી હોવાનો આરોપી મૂકી પીડિતોને ડરાવવામાં આવતા હતા.

વીડિયો કોલ અને અન્ય ડિજિટલ માધ્યમથી પીડિતોને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા અને કેસમાંથી બચવા માટે પૈસા ચૂકવવા દબાણ કરાતું હતું. પીડિતોને સતત વીડિયો કોલ પર રાખી તેમની હિલચાલ પર નજર રાખવામાં આવતી અને જ્યાં સુધી નાણાં ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી માનસિક દબાણ કરવામાં આવતું હતું. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને જામનગર ઉપરાંત અન્ય 5 રાજ્યોમાં પીડિતોને ઠગાઈનો ભોગ બનતા બચાવવામાં આવ્યા હતા.

ગેંગ દ્વારા છેતરપિંડીથી મેળવેલી રકમને છુપાવવા માટે 1,754 બેંક એકાઉન્ટમાં સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. રકમ એક ખાતામાં રાખવાને બદલે અનેક ખાતામાં અલગ-અલગ હિસ્સામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કેટલીક વખત માત્ર 3 કલાકમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવતી હતી, જેથી તપાસ એજન્સીઓ માટે નાણાંની હિલચાલને ટ્રેસ કરવી મુશ્કેલ બને.

આરોપીઓ છેતરપિંડીથી મેળવેલી રકમને વિવિધ બેંક એકાઉન્ટમાં મેળવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરતા હતા. ત્યારબાદ આ ક્રિપ્ટો નાણાં વિદેશમાં મોકલવામાં આવતા આવતા હતા. આરોપી રફીકુલ આલમના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. આ વોલેટ સાથે જોડાયેલા વ્યવહારોની તપાસ કરતાં આશરે ₹16 કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.

સમગ્ર તપાસમાં સૌથી મહત્વની કડી તરીકે આરોપીનો ચીનના સાયબર ક્રિમિનલ્સ સાથે સંપર્ક સામે આવ્યો છે. ગેંગના સભ્યો પાસેથી મેળવેલા ફ્રોડના નાણાંને ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરીને ચીન સાથે જોડાયેલા નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીના મોબાઈલ, બેંક એકાઉન્ટ, ક્રિપ્ટો વોલેટ અને અન્ય ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા છે. આ નેટવર્કમાં હજુ અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લોકોને અપીલ કરી છે કે, કોઈ વ્યક્તિ પોલીસ, ઈઇઈં, ઊઉ, સુપ્રીમ કોર્ટ અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે વીડિયો કોલ કરે અને કેસ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે અન્ય ગંભીર ગુનામાં ફસાવવાની ધમકી આપી પૈસાની માગણી કરે તો ગભરાશો નહીં. કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી બેંકની વિગતો, આધાર કાર્ડની માહિતી કે પૈસા આપશો નહીં. આવા કિસ્સામાં તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરવા અપીલ કરાઈ છે.