રાષ્ટ્રીય
18 હજાર નકલી કંપનીઓ બનાવી સરકારને 25 હજાર કરોડનો ચુનો માર્યો
GSTમાં 2024માં પણ કૌભાંડોની હારમાળા
જીએસટીથી બચવાના ઈરાદાથી બનેલી લગભગ 18 હજાર નકલી કંપનીઓ સામે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 18 હજાર કંપનીઓ દ્વારા લગભગ 25,000 કરોડ રૂૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો છે. ફિઝિકલ વેરિફિકેશનના આધારે આ કંપનીઓની ઓળખ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નકલી કંપનીઓ દ્વારા કરચોરી સામે દેશભરમાં ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ડ્રાઇવમાં પ્રાથમિક રીતે એવી 73 હજાર કંપનીઓની ઓળખ કરવામાં આવી હતી, જે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ઉઠાવી રહી હતી .
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ 73 હજાર કંપનીઓમાંથી લગભગ 18 હજાર કંપનીઓ અસ્તિત્વમાં નથી. આ કંપનીઓ માત્ર કાગળ પર જ સ્થપાઈ હતી પરંતુ તેમના દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હતી. આમ રાજકોષીય તિજોરીને અન્યાયી રીતે નુકસાન થતું હતું.
નકલી કંપનીઓ પર અંકુશ લગાવવા માટે શરૂૂ કરાયેલા આ અભિયાન હેઠળ ફિઝિકલ વેરિફિકેશનને તપાસની મુખ્ય પદ્ધતિ બનાવવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ 16 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી લગભગ 18 હજાર કંપનીઓનું ભૌતિક અસ્તિત્વ જોવા મળ્યું ન હતું. અગાઉ, 16 મે, 2023 અને 15 જુલાઈ, 2023 વચ્ચે હાથ ધરવામાં આવેલા અભિયાનના પ્રથમ તબક્કામાં, કુલ 21,791 નકલી કંપનીઓ શોધી કાઢવામાં આવી હતી, જેના દ્વારા 24,010 કરોડ રૂૂપિયાની કરચોરી શોધી કાઢવામાં આવી હતી.