મેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 1 મેથી 15 મે દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે…

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 1 મેથી 15 મે દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ,મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ, રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ,ઢેબર રોડ,પરાબજાર પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 99 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. સાથો-સાથ સંતકબિરરોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ,રૈયાધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ,પરા બજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદી-જુદી અન્ય 297 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

તો સાથે પેડક રોડ,પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ,કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર પાસેથી 2995 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિવિધ વિસ્તારોમાંથી રૂૂ.2,34,500/- મંડપ કમાન છાજલીનું ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

80ફુટ રોડ,પારેવડી ચોક,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ,80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂૂ.2,33,250/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે શહેરનાં વિવિધ સ્થળો પરથી 2449 બોર્ડ બેનર જપ્ત કરેલ છે.