Site icon Gujarat Mirror

સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી

વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરડી ગામ નજીક પુલ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કિંમત રૂૂપીયા 3,46,176 તથા અન્ય મુદામાલ મળી કુલ 8,04,176 ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડયો હતો.

વંડા પોલીસ પેટ્રોલીગ દરમ્યાન મળેલ બાતમી આઘારે પીપરડી ગામ નજીક પુલ પાસેથી પ્રોહીબીશન લગત મુદામાલ પકડી પાડી પ્રોહી. એકટ કલમ 65એઇ, 116બી, 81, 83, 86, 98(2) મુજબ ગુન્હો દાખલ કરી ઘોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

જેમા લલીત ઉર્ફ લાલો પરશોતમભાઇ જમોડ (ઉં. વ. 32) ઘંઘો ખેતી રહે. પચ્છેગામ રોડ ગારીયાધાર રહે લીમડી ચોક પીપરડી તાલુકો સાવરકુંડલા તેમજ પકડવાના બાકી આરોપીમાં ભાણો ઉર્ફ ચેતન બારૈયા રહે.ઝડકલા તાલુકો જેસર તથા દારૂૂ ભરી આપનાર અજાણ્યો ઇસમ રહે મધ્યપ્રદેશને પકડવાના બાકી છે.

વંડા પોલીસે કુલ 1296 બોટલ કિંમત 2,20,320 તથા મોબાઇલ ફોન કિંમત 8000, પીકઅપ વાન નંબર GJ 34 T 1237 કિંમત 4,50,000 મળી કુલ કિમત રૂૂપિયા 8,04,176 નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ કામગીરી વંડા પોલીસ ઇંસ્પેક્ટર પી.જે.રામાણી, હેડ કોન્સટેબલ છગનભાઈ ડાભી, ધર્મેન્દ્રકુમાર નિમાવત, વિજયભાઈ મેર, પ્રવીણભાઈ સાંખડ, રણજીતસિંહ રાઠોડ, પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version