ગુજરાત
વિકાસ કામો-સ્માર્ટ સિટી માટે 2000 કરોડની ગ્રાન્ટની માંગ
સ્ટે. ચેરમેને નાણાપંચને પત્ર પાઠવી કામોની વિસ્તૃત માહિતી સાથે ગ્રાન્ટની માંગ કરી
જામનગર શહેરમાં જુદા-જુદા વિકાસ કામો માટે તથા સ્માર્ટ સિટી માટે રૂૂ. ર000 કરોડ ની ગ્રાન્ટ ની રકમ ની ફાળવણી કરવા જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ના ચેરમેન નિલેષ કગથરા એ દેશના 16 મા નાણાપંચ નાં અધ્યક્ષ સમક્ષ વિસ્તૃત પત્ર પાઠવી માંગણી કરી છે. સમૃદ્ધ ઈતિહાસ, સંસ્કૃતિ અને ઔદ્યોગિક મહત્તવ માટે જામનગર વખણાય છે. જામનગર નવાનગર રિયાસતની રાજધાની હતી 1પ40 માં જામરાવલ દ્વારા શહેર વસાવવામાં આવ્યું હતું. આ શહેરમાં શાહી ધરોહર છે. જેમાં લાખોટા કિલા, બાલા હનુમાન વિગેરેનો સમાવેશ થાય છે.આધુનિક જામનગરને ભારતનું તેલ શહેર પણ કહેવામાં આવે છે.
કારણ કે અહીં રિલાયન્સ નામની વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી તથા નજીકમાં નયારા એનર્જી નામની મોટી ઓઈલ રિફાઈનરી પણ આવેલ છે. ઉપરાંત બ્રાસ પાર્ટસ, બાંધણી ઉદ્યોગ અને પારંપરીક વ્યંજનો માટે પણ જામનગર સુવિખ્યાત છે.
જામનગર નજીક વિશ્વ વિખ્યાત ખીજડીયા બર્ડ સેન્ચુરી છે જે વૈશ્વિક નામના ધરાવે છે અને ત્યાં હજજારો પક્ષીપ્રેમીઓ પક્ષી દર્શન માટે દર વર્ષ આવે છે. અહીં આવતા મુલાકાતીઓ માટે જામનગર મુખ્ય છે.
જામનગર શહેરનું ક્ષેત્રફળ 1ર8 કિ.મી.નં છે અને વસ્તી 7 લાખ 90 હજારની છે અને સ્થળાંતરીત લોકોની ગણતરી કરવામાં આવે તો જામનગરની વસ્તી લગભગ 10 લાખ થવા જાય છે. આમ માનવ સુખાકારી માટે સુખ-સુવિધામાં વધારો કરવો જરૂૂરી છે. અહીંના લોકોના જીવન ધોરણમાં સુધારા માટે અનેક પરિયોજના પૂર્ણ કરવામાં આવે છે અનેક કામ ચાલુ છે, જેમાં પાણી, સડક, સ્વચ્છતા અભિયાન, વગેરેનો સમાવેશથાય છે. ઉપરાંત જામનગર સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોની પણ સતત ઉજવણી થતી રહે છે.
જામનગર મહાનગર-પાલિકાએ વેસ્ટ ટુ એનર્જી, પ્લાન્ટના વિકાસમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. નવેમ્બર ર0ર1 માં ગુજરાતમાં પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવે છે જેનો પ્રારંભ જુલાઈ-ર0રર માં થયો હતો જે 7.પ મેગાવોટની ઉર્જા ઉત્પાદન ક્ષમતા અને પ્રતિદિન 600 ટન કચરા પ્રોસેસની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત દરરોજ 1 મિલિયન લીટર સીવેજ વોટરનો નિકાલ કરે છે. આમ પ્લાન્ટના કારણે લેન્ડરીલ ઉપયોગ ઓછો કરે છે. આથી પ્રદુષણ પણ ઓછુ થાય છે. આમ કચરા, પર્યાવણ પ્રશ્નના નિરાકરણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનાર જામનગરને સ્માર્ટ સીટીમાં સમાવેશ માટે 16 માં નાણાપંચ સમક્ષ રજુઆત સાથે જરૂૂરી માંગણી કરવામાં આવે છે.
વર્ષ ર01પ અને ર0રરમાં સ્માર્ટ સિટી સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ આજ સુધી સ્થાન અપાયું નથી. વરસાદના સમયમાં રંગમતિ નદી અને રણજીતસાગર ડેમ ઓવરફલો સમયે નગરમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી રંગમતિ નદીના રિવરફ્રન્ટની યોજના બનાવાઈ છે જેને બે ચરણ અને બે ભાગમાં વહેચવામાં આવી છે.પ્રથમ ભાગ દરેડના ખોડીયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધી અને બીજો ભાગ વ્હોરાના હજીરાથી ગાંધીનગર સ્મશાન સુધીનો છે. પ્રથમ ભાગમાં પ્રથમ ચરણમાં ખરી નદીને ચેનલાઈન કરીને બન્ને કિનારા ઉપર રીટેનીંગ વોલ બનાવવાની યોજના છે. જેમાં પૂરની સ્થિતિ નિયંત્રણ થશે.જ્યારે પહેલા ભાગના બીજા ચરણમાં સંપૂર્ણ નદી સુંદર બનાવવાનું કામ કરવાનું આયોજન છે. જેથી પર્યટનને પ્રોત્સાહન મળશે. આથી પહેલા ભાગના કામ માટે પાંચ વર્ષ માટેના સમયમાં 1000 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટની જરૂૂરિયાત છે. ગ્રાન્ટની ફાળવણી વસ્તી અને ક્ષેત્રફળ આધારે થતી હોય છે. જામનગરનું જીડીપીમાં યોગદાનને ધ્યાનમાં રાખીને વધુ ગ્રાન્ટ મળવી જોઈએ. જામનગરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવો જોઈએ. રિવર ફ્રન્ટ યોજના, મૂલ્યવાન જલ સંસાધન પરિયોજના, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આમ આગલા પાંચ વર્ષ માટે 16મા નાણાપંચમાંથી ર000 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટ જામનગર મહાનગરપાલિકાને મળે તે માટે આ માંગણી કરવામાં આવે છે.