વાવડી અને રૈયાધાર કવાર્ટર પાસે જુગારના 2 દરોડામાં પતા ટીંચતા 20 શખ્સો ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ ત્રાટકી : 84700ની રોકડ કબજે શહેરમાં વાવડી વિસ્તારમાં અને રૈયાધાર કવાર્ટર પાસે પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા 20…

ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ ત્રાટકી : 84700ની રોકડ કબજે

શહેરમાં વાવડી વિસ્તારમાં અને રૈયાધાર કવાર્ટર પાસે પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા 20 શખ્સોને રૂા84700ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.કે.મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ હતો દરમિયાન ગત મોડી રાતે રૈયાધાર સ્લમ કવાર્ટર સામે મોમાઇ નગર શેરી નં.1માં આવેલા ડેલામાં જુગાર ધામ ચાલતુ હોવાનુ ચોકકસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા ધર્મેન્દ્રસિંહ દેવુભા જાડેજા, રવિરાજ બાબુભાઇ વઘેરા, ધર્મેશ પ્રદીયભાઇ આહીયા, સુરેશ ધીરજભાઇ કટારીયા, હરદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, મહાવિરસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, નિતિન જીતેન્દ્રભાઇ તન્ના, અનિરૂધ્ધસિંહ અગરસિંહ રાઓલ, મનિષ પ્રવિણચંદ સાંગાણી, ભક્તિદાન ભરતદાન બાદાણી અને દિપક હરગોવિંદભાઇ વૈષ્ણવને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.58 હજારનો રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.આર.ભરવાડ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગોંડલ રોડ પર વાવડીમા ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પ્રશાંત કાસ્ટીંગ સામે જાહેરમાં જુગાર રમતા જયપાલસિંગ ભગવાનદાસ આહીરવાલ, સતીષ રાજમની મોર્ય, રાજુ લક્ષ્મણ રામ, સુધાનશુ સંજય દીક્ષીત, વિનય મિશ્રીલાલ યાદવ, રાકેશ રામફેર સોનકર, શ્યામજી ગોવિંદનારાયણ મીશ્રા, શિવકુમાર લબેદીભાઇ સોનકર અને ધીરેન્દ્ર અછેલાલ કુર્મીને ઝડપી લઇ પટ્ટમાંથી 26700ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.