Site icon Gujarat Mirror

જામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્ત

જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી 180 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક આરોપી ની ધરપકડ કરી હતી.જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ ની સૂચના થી એલ. સી. બી .નાં પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવમાં આવી રહ્યુ હતું.


દરમ્યાન સ્ટાફ ને મળેલ ખાનગી હકિકત નાં આધારે લાલપુર રોડ મયુરગ્રીન-1 વિસ્તાર મા ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા ( ઉ.વ.55 , રહે. ઉતરપ્રદેશ ) વાળા ની સેન્ટ્રોકાર એચ.આર.26 એ.વાય.0490 મા ચોર ખાના બનાવેલ છે અને તેમાં ઇંગ્લીશ દારૂૂની બોટલ નો જથ્થો છે . આ બાતમી નાં આધારે પોલીસે દરોડો પાડી કાર માંથી રૂૂ.90 હજાર ની કિંમત નો 180 દારૂૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો .


આથી પોલીસે દારૂૂ અને કાર કબજે કરી આરોપી ની ધરપકડ કરી હતી. આરોપી દારૂૂ દારૂૂ આ નો જથ્થો દિલ્હી થી લઇ આવ્યો હતો. અને જામનગર મા વિશાલ પ્રવિણભાઇ માવ (રહે.કિશાનચોક જામનગર )તથા આશુબા સોઢા (રહે.આયુર્વેદિક કેમ્પસ જામનગર) વાળા એ આ દારૂૂ મંગાવ્યો હતો.

Exit mobile version