ગુજરાત

માધ્યમિકમાં 1608 અને અનુદાનિત ઉચ્ચતર શાળામાં 2484 શિક્ષકોની ભરતી કરાશે

Published

on


રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા પર ભતી જાહેર કરી છે જ્યારે બિન સરકારી અનુદાનિત ઉ.માધ્યમિક શાળામાં 2484 જગ્યા પર ભરતી જાહેર કરી છે.


મળતી માહિતી મુજબ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલી 1608 જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TATTHS)-2023ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. આ માટે વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીયTAT(HS)- 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમેર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.


મળતી માહિતી મુજબ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તા. 10/10/ 2024થી તા. 21/10/2024ના રોજ 11.59 કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી ક્ધફર્મ થયેલ ગણાશે. ક્ધફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી ઠશવિંમફિૂ કરી નવી અરજી કરવાની રહેશે અને પુન: ફી ભરી અરજી ક્ધફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.તેમ જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version