Site icon Gujarat Mirror

રાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

તરૂણીને સારવારમાં ખસેડાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું, આરોપીની ધરપકડ

રાજકોટ શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સામે આવી છે.ભાવનગર રોડ પર ભારતનગર નજીકના વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરૂૂણી પર અવાર-નવાર દૂષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર મૂળ યુ.પી.નાં સોનુ કનૈયા રાજેન્દ્ર ચૌહાણ (ઉ.વ.23)ની થોરાળા પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, 16 વર્ષીય તરૂૂણી ઘરે હતી ત્યારે તબીયત લથડતા હોસ્પિટલે ખસેડાઈ હતી. જયાં તબીબોએ સારવાર શરૂૂ કરતા તરૂૂણીને 5-6 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે જાણ થતા થોરાળા પોલીસના પી.આઈ. એન. જી. વાઘેલા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી તરૂૂણી અને તેના પરિવારજનોની પુછપરછ કરતા મૂળ યુ.પી.ના સોનુ ચૌહાણે તેને હવસનો શિકાર બનાવ્યાનું ખુલતા પોલીસે સગીરાના પરિવાર ની ફરિયાદ નોંધી સોનું વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર તરૂૂણીને જે વિસ્તારમાં રહે છે તે જ વિસ્તારમાં આરોપી સોનું અન્ય બે-ત્રણ પરિચિતો સાથે રહી મજુરી કરે છે. બંને પરીચયમાં આવ્યા બાદ સોનુએ તરૂૂણીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી દીધી હતી.આ મામલે હવે થોરાડા પોલિસે વધુ તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version