સુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે કરવામાં આવેલા દરોડામાં કુલ…

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે કરવામાં આવેલા દરોડામાં કુલ 16 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓએ માત્ર ધોરણ 10થી 12 સુધીનો અભ્યાસ કર્યો હતો, જ્યારે કેટલાક B.A. અને B.Sc. સુધી ભણેલા છે. આ લોકો શ્રમિક વિસ્તારોમાં દર્દીઓને તાવ, મેલેરિયા સહિતની બીમારીઓની સારવાર આપતા હોવાનો આરોપ છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિઓને અટકાવવા SOG અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, આરોપીઓ સવારે 8થી 11 વાગ્યા દરમિયાન દર્દીઓની સારવાર કરતા હતા. આ માહિતીને આધારે અધિકારીઓએ તેમની ઓળખ કરી અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સંયુક્ત કાર્યવાહીમાં કુલ 16 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઝડપાયેલા આરોપીઓની શૈક્ષણિક લાયકાત અંગે સામે આવેલી વિગતો ચિંતાજનક છે. કેટલાક આરોપીઓએ માત્ર ધોરણ 10થી 12 સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે કેટલાક ઇ.અ. અને ઇ.જભ. ગ્રેજ્યુએટ હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક આરોપીઓ અગાઉ મેડિકલ ક્ષેત્રમાં કમ્પાઉન્ડર અથવા હેલ્પર તરીકે કામ કરતા હતા. જોકે, તબીબી ક્ષેત્રનો અનુભવ હોવો અને કાયદેસર લાયકાત સાથે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવી એ બંને અલગ બાબતો છે. યોગ્ય લાયકાત અને જરૂૂરી નોંધણી વિના દર્દીઓની સારવાર કરવાથી તેમના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે.

પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓ પાંડેસરાના શ્રમિક વિસ્તારોમાં દર્દીઓની સારવાર કરતા હતા. તેઓ તાવ, મેલેરિયા સહિતની સામાન્ય બીમારીઓ માટે એલોપેથીક દવાઓ આપતા અને ઇન્જેક્શન પણ લગાવતા હોવાનો આરોપ છે. દરોડા દરમિયાન અધિકારીઓએ દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને વિવિધ મેડિકલ સાધનો સહિત કુલ રૂૂ. 1,82,444નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ તબીબી પ્રેક્ટિસને કારણે દર્દીઓને ખોટી સારવાર મળવાની અને આરોગ્યને નુકસાન પહોંચવાની શક્યતા હોવાથી આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.