Site icon Gujarat Mirror

ખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયા

 

ગુજરાત મિરર, ખંભાળિયા તા.24
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ગતરાત્રે વાહન સંદર્ભે ખાસ પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયાથી દ્વારકા ધોરીમાર્ગ પરના આ પેટ્રોલિંગ દરમ્યાન જુદા જુદા વિસ્તારમાંથી પસાર થતાં મોટરસાયકલ ચાલકો તેમજ ઓટો રીક્ષા મળીને કુલ 16 વાહનો ચાલકોને ઝડપી લીધા હતા. ઉપરોક્ત વાહન ચાલકો તેમના વાહન રેસિંગ, ઓવર સ્પીડ, તથા ભયજનક રીતે વાહન ચલાવવા, મોડીફાઇ કરીને, કે રજીસ્ટ્રેશન નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવતા હતા. ટ્રાફિક પોલીસે ઉપરોક્ત 16 આસામીઓ સામે એમ.વી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ વાહનો ડીટેઇન કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસની આ ઝુંબેશથી બેફામ બની ગયેલા વાહન ચાલકોમાં ફફડાટની લાગણી જોવા મળી હતી.

Exit mobile version