રાજ્ય કૃષિ વિભાગે ખરીફ પાક લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદવા માટે ખેડૂતોની નોંધણીની મુદત 15 દિવસ વધારી છે. ખેડૂતો અને અન્ય હિતધારકોની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. હવે મગફળી, મગ, સોયાબીન અને અડદ MSP એ વેચવા ખેડૂતો ઑનલાઇન નોંધણી 24 ઓક્ટોબર સુધી કરી શકશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રવિવારે આ જાહેરાત કરી હતી.
વિભાગે આગામી રવિ મોસમ માટે પ્રમાણિત બિયારણ, સીડ મિનિ-કિટ અને નિદર્શન ઘટકો માટે અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ પણ ખુલ્લું મૂક્યું છે. આ માટે ખેડૂતો 15 ઓક્ટોબર સુધી ઑનલાઇન નોંધણી કરી શકશે, એમ મંત્રીએ જણાવ્યું હતું. વાઘાણીએ કહ્યું હતું કે નિર્ણય ખેડૂતોના હિતમાં લેવાયો છે, જેથી રવિ મોસમ દરમિયાન વિવિધ કૃષિ યોજનાઓનો લાભ તેમને પહોંચે.
અગાઉની મુદત પૂરી થવા આવી હોવા છતાં ઘણા ખેડૂતો નોંધણી કરી શક્યા નહોતા. વરસાદ, કાપણીની તૈયારી અને ગામડાના સ્તરે દસ્તાવેજી કામગીરીને કારણે રજૂઆતો થઈ હતી. તેને ધ્યાનમાં લઈ વિભાગે ખરીદી નોંધણી માટે વધારાના 15 દિવસ આપ્યા છે. નોંધણી ન કરનાર ખેડૂત સરકારી ખરીદ કેન્દ્ર પર MSPએ પાક વેચી શકશે નહીં, તેથી મુદત પૂરી થતાં પહેલાં નોંધણી પૂરી કરવી જરૂૂરી છે.
ખરીદી હેઠળ ચાર પાક સામેલ છે મગફળી, મગ, સોયાબીન અને અડદ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળી મુખ્ય ખરીફ પાક છે, જ્યારે મગ, અડદ અને સોયાબીન અન્ય વિસ્તારોમાં વવાય છે. MSPએ વેચાણ માટે ખેડૂતે નક્કી કરેલી ઑનલાઇન પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. નોંધણી વગર ખરીદ કેન્દ્ર પર પાક સ્વીકારાશે નહીં.
