Site icon Gujarat Mirror

અમરેલી પોલીસ દળમાં ફરજમાં બેદરકારી દાખવનાર 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

 

 

અમરેલી જિલ્લા પોલીસ દળમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાવરકુંડલાના ASP વલય વૈદ્યે વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન 14 પોલીસકર્મીઓ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતા.આ તમામ કર્મચારીઓએ સક્ષમ અધિકારીની મંજૂરી વગર મનસ્વી રીતે ગેરહાજર રહી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી. તેમણે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 3નો ભંગ કર્યો હતો. જેના પગલે જઙ સંજય ખરાતે તમામને સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં જેલ ગાર્ડ, સિવિલ પ્રિઝનલ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ, EVM ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, SP કચેરી ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ ગાર્ડ પર તૈનાત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.સસ્પેન્ડ કરાયેલા 14 પોલીસ કર્મચારીઓમાં ઉમેદકુમાર મનસુખલાલ મહેતા – જેલ ગાર્ડ,હરેશભાઈ ધીરુભાઈ મંડીર – જેલ ગાર્ડ,કિશનભાઈ ભુપતભાઈ આસોદરીયા – સિવિલ પ્રિઝનલ ગાર્ડ, વિજયસિંહ રૂૂપસિંહ સોઢા – સિવિલ પ્રિઝનલ ગાર્ડ, જનકસિંહ અગર સિંહ ઝાલા – ટ્રેજરી ગાર્ડ,સુરેશભાઈ નાજભાઈ ખુમાણ – ટ્રેજરી ગાર્ડ,કનુભાઈ જ્યોતિભાઈ પલાસ – EVM ગાર્ડ, શિવાભાઈ ભાવસંગભાઈ જારસાણીયા – EVM ગાર્ડ,ભગવતીબેન મોતીભાઈ પરમાર – વેરહાઉસ ગાર્ડ, અરુણાબેન સેંઘાભાઈ ધરજીયા – વેરહાઉસ,અશોકભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ – એસપી કચેરી ગેટ,દિગ્વિજય સિંહ રાય સિંહ ચાવડા – ઇમરજન્સી સિવિલ ગાર્ડ,યુવરાજભાઈ અનકભાઈ વાળા – ઇમરજન્સી સિવિલ ગાર્ડ, નિતેશકુમાર પ્રાગજીભાઈ રાઠોડ – કોર્ટ પરિસર ગાર્ડનો સમાવેશ થાય છે.

Exit mobile version