ક્રાઇમ
ગોંડલ પાસે ફાર્મહાઉસમાં રાજકોટના 14 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
દિવાળીના વેકેશનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું, ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડતા રંગમાં ભંગ પડયો
ગોંડલના ગુદાસરા નજીક ચાલતી દારૂની મહેફીલ ઉપર ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રાજકોટના નબીરાઓને ઝડપી લીધા હતા. પકડાયેલા નબીરાઓમાં સગીરવયના 9 વિદ્યાર્થીઓ સહીત 14ની પોલીસે ધરપકડ કરી દારૂની ખાલી તેમજ ભરેલી બોટલ અને બાઇટીંગ, સોડા સહીતનો મુદામાલ કબજે કર્યો હતો. તહેવારોમાં છાંટાપાણી ની મોજ માટે હવે ટીનેજર્સ પણ દારુની લત માં લપેટાયા હોવાની આમે આવેલી ઘટના માતાપિતા અને વાલી વર્ગ માટે લાલબતી સમાન છે.
ગુંદાસરા ગામે આવેલા રાજકોટ રહેતા વિપુલભાઈ દામજીભાઇ ખુંટ નાં ફાર્મ હાઉસમાં દારુની મહેફીલ ચાલી રહ્યા ની બાતમી નાં આધારે પોલીસ દરોડો પાડી તીર્થ મયુરભાઈ કંસાગરા રહે. સત્ય સાંઈ રોડ રામધામ પાર્ક રાજકોટ, દેવાંશ હિતેશભાઈ પાદરીયા, રહે. નાના મવા રોડ, રાજ રેસીડેન્સી રાજકોટ, કરંજ કેયુરભાઈ મેઘપરા રહે. સવન સ્ટેટસ બ્લોક નંબર 1201, ધ્વનિલ કલ્પેશભાઈ શાહ, રહે. માલવીયા નગર ગોંડલ રોડ રાજકોટ, તેમજ આસ્વત મહેશભાઈ રાઠોડ રહે. વેસ્ટન એપાર્ટમેન્ટ કોટેચા સર્કલ પાસે રાજકોટ વાળાઓને વિદેશી દારૂૂની બોટલ નંગ ચાર કિંમત રૂૂપિયા 8,892 સાથે ઝડપી લીધા હતા આ ઉપરાંત કાયદાના સંદર્ભમાં આવતા 9 બાળ કિશોરો પણ મળી આવ્યા હતા. આ દરોડો એલસીબી પીઆઇવીવી ઓડેદરા, પીએસઆઇ બી.સી મીયાત્રા, એસ આઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.