Site icon Gujarat Mirror

પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી

પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂૂ ઝડપાયો હતો, જ્યારે બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બજાણા પોલીસે ખેતરમાંથી 1344 બોટલ દારૂૂ જપ્ત કર્યા છે. પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી બજાણા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કડબની આડશમાં છુપાવેલો કુલ 8,63,184 રૂૂપિયાનો દારૂૂ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ દારૂૂના જથ્થામાં કાચ અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીનનો સમાવેશ થાય છે.

પોલીસે કુલ 1344 નંગ દારૂૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા અને તેમની ટીમને ઝેઝરી ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. બાતમીના આધારે પાટડી તાલુકાના ઝેઝરી ગામના મયુરખાન મહમદખાન મલેક અને પીપળીના બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક દ્વારા ઝેઝરીથી અંકેવાડિયા ગામ જવાના માર્ગે આવેલા મયુરખાનના ખેતરમાં દારૂૂનો જથ્થો છુપાવી ગેરકાયદે વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે રેડ કરી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. વાઘેલા, વી.બી. મેટાલીયા, શક્તિભાઈ, રાકેશભાઈ અને ધ્રુવરાજસિંહ રાણા સહિતની ટીમ સાથે હાજર હતી.

Exit mobile version