ગુજરાત સહિત 12 રાજ્યો અલનીનોની ઝપટે, કેન્દ્રની ચેતવણી

દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા…

દુષ્કાળના સંભવિત ખતરા સામે આગોતરું આયોજન કરી લેવા સૂચના, ઓછા પાણીથી તૈયાર થતા પાક વાવવા અપીલ

સૌથી વધુ અસરવાળા 326 જિલ્લામાં ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરવા તાકીદ

આગામી ચોમાસામાં ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં અલનીનોની અસરો ગંભીર રહેવાની ચેતવણી કેન્દ્રીય કૃષિમંત્રાલયે આપીને આગોતરી તૈયારી કરવા રાજ્ય સરકારોને ચેતવણી આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે અલનીનોની સૌથી વધુ અસર ધરાવતા 326 જિલ્લાઓની ઓળખ કરી છે અને આ જિલ્લાઓમાં અત્યારથી જ ક્ધટીજન્સી પ્લાન ઘટડા તેમજ ઓછા વરસાદથી તૈયાર થતા પાકનું વાવેતર થાય તે નિશ્ર્ચિત કરવા રાજ્ય સરકારોને સુચના આપી છે. ઘાતક અલનીનોના કારણે દૂષ્કાળના સંભવિત ખતરા સામે કેન્દ્ર સરકારે અત્યારથી જ રાજ્યોને ચેતવણી આપી છે.

વર્ષ 2026ની ખરીફ સીઝનમાં એલ નીનોની અસર 12 રાજ્યોમાં સાપેક્ષ રીતે વધુ ગંભીર રહેવાની શક્યતા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આ રાજ્યોમાં જિલ્લા સ્તરે સંકલિત કાર્યવાહીના આદેશ આપ્યા છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરીફ 2026ની તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતાં આ માહિતી આપી હતી. અસરગ્રસ્ત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, 9-10 રાજ્યોમાં જ્યાં એલ નીનોની અસર વધુ હોઈ શકે છે તેવા જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, કૃષિ વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને અન્ય વિસ્તાર વ્યવસ્થાઓ સાથે સંકલિત બેઠકો યોજવી જોઈએ. વરસાદની ખામીવાળા જિલ્લાઓમાં અગાઉથી કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કપાસ અને કઠોળની વાવણી વધારવા પર પણ ભાર મૂક્યો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ 12 રાજ્યોના કુલ 326 જિલ્લાઓમાં કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, એલ નીનો પરિસ્થિતિ હાલમાં ઇક્વેટોરિયલ પેસિફિક મહાસાગર પર વર્તમાન છે અને દક્ષિણપશ્ચિમ મોનસૂન સીઝન (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન તે વધુ મજબૂત થવાની શક્યતા છે. ઈંખઉએ આ વર્ષે મોનસૂનને લાંબા ગાળાના સરેરાશના આશરે 90 ટકા જેટલો જ અનુમાનિત કર્યો છે, જે સામાન્ય કરતાં ઓછો છે.

મંત્રીએ ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની આવક વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, યોગ્ય વેરાઈટીની પસંદગી, આંતરવાવણી અને ભેજ સંરક્ષણના વ્યાપક અમલ પર ભાર મૂક્યો છે. ખાતરની પુરતી ઉપલબ્ધતા અને સમયસર પુરવઠા પર પણ ચર્ચા થઈ છે.

કૃષિ મંત્રાલયની તૈયારીઓ
અસરગ્રસ્ત જિલ્લાઓની ઓળખ: દરેક સંવેદનશીલ જિલ્લા માટે અલગ-અલગ વ્યવહારુ વ્યૂહરચના તૈયાર કરવી.
પાણી સંરક્ષણ, ભેજ વ્યવસ્થાપન, આંતરવાવણી અને વિકલ્પી પાક પેટર્ન પર વિશેષ ધ્યાન.
કપાસ અને કઠોળ ઉત્પાદન વધારવું: કઠોળ સ્વાવલંબન મિશન હેઠળ તુવેર, ઉડદ અને મગની વાવણી વધારવી.
ખેડૂતોને વૈજ્ઞાનિક સલાહ: ભયાનક સંદેશાઓને બદલે શાંત, વિશ્વસનીય અને ઉકેલલક્ષી માહિતી આપવી.