Site icon Gujarat Mirror

લાતી પ્લોટમાં પતંગ લૂંટવા છાપરા પર ચડેલો 11 વર્ષનો બાળક પટકાતાં ઈજા

ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે લાતી પ્લોટમાં પતંગ લૂંટવા છાપરા પર ચડેલો 11 વર્ષનો બાળક નીચે પટકાતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, જુના મોરબી રોડ પર લાતી પ્લોટમાં પટેલ ટીંમ્બર્સ પાસે રહેતાં યુનુસભાઈ શેખનો 11 વર્ષનો પુત્ર સલમાન આજે બપોરે ઘર પાસે હતો ત્યારે પતંગ લુંટવા માટે છાપરા પર ચડયો હતો. દરમિયાન અકસ્માતે છાપરા પરથી પગ લપસતા નીચે પટકાયો હતો. જેમાં તેને મોંઢાના ભાગે તથા શરીરે ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલમાનના પિતા મજુરી કામ કરતાં હોવાનું અને સલમાન અભ્યાસ કરતો ન હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version