સત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયા

શહેરમાં સત્યમ પાર્ક અને રામનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત 11 શખ્સોને રૂપિયા 37 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…

શહેરમાં સત્યમ પાર્ક અને રામનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત 11 શખ્સોને રૂપિયા 37 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ થોરાળા પોલીસે 80 ફૂટ રોડ પર સત્યમ પાર્ક શેરી નં.1માં રહેતા લક્ષ્મીબેન સુરેશભાઇ સોલંકીના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી પત્તા ટીંચતા લક્ષ્મીબેન ઉપરાંત સેનાઝબેન જુણેજા, પાયલબેન જાબુડીયા, દક્ષાબેન પરમાર, હસમુખભાઇ વેકરીયા અને વિનોદભાઇ ચનાબાબરાને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.19800ની રોકડ કબજે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ પર રામનગર શેરી નં.1માં દરોડો પાડી મકાનમાં જુગાર રમતા હરેશ મનસુખભાઇ વાઢેર, પરસોતમ રૂપાપરા, અશોક દવે, પ્રવિણભાઇ ચાપાણી અને તારેશ દક્ષણીને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા17100ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.