ગુજરાત
મહુવાના સાલોલી ગામે વાડીમાં 11 કિલો ગાંજાનું વાવેતર ઝડપાયું
ગાંજાના 11 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરતી એસઓજી
ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપે મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાં દરોડો પાડીમોટી માત્રામાં કરાયેલ લીલાં ગાંજાનુ વાવેતર ઝડપી લીધું છે પોલીસે 10.629 કિલો વજન ધરાવતા 11 છોડ મળી કુલ રૂૂ.53,160 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લામાં નાર્કોટિક એક્ટ હેઠળ પ્રતિબંધિત માદક-કેફી દ્રવ્યોની હેરાફેરી-વેચાણ સાથે ખેતરોમાં ઉત્પાદન કરવાનાં બનાવો ઉત્તરોત્તર વધી રહ્યાં છે અને છાશવારે પોલીસ વાડી-ખેતરોમાં વાવેતર કરેલ લીલાં ગાંજાના છોડ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે ત્યારે આવાં જ એક બનાવમાં ભાવનગર એસઓજી ની ટીમે ચોક્કસ બાતમી આધારે મહુવા તાલુકાના સાલોલી ગામની સીમમાંથી મોટી માત્રામાં લીલાં ગાંજાનો જથ્થો વાડી માથી કબ્જે કર્યો છે.
વાડીમાં વાવેતર કરેલ 11 છોડ ગાંજાના જેનું કુલ વજન 10 કિલો 629 ગ્રામ જેની કિંમત રૂૂ.53,160 ના આ ગાંજા સાથે વાવેતર કરનાર જીતુ ભગુભાઈ કામળીયા (ઉ.મ.29 રે.સાલોલી ગામ)ને ઝડપી તેના વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપી-મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે.