દિવાળીમાં 108 દોડતી રહેશે, 1500 એમ્બ્યુલન્સ 6 હજાર કર્મચારીઓ સ્ટેન્ડબાય

દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય…

દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય છે.

આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈ 108ની ટીમે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. તહેવારોના દિવસોમાં સામાન્ય દિવસ કરતા 20 ટકા જેટલા કેસ વધી જતા હોય છે. આ વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં મળી કૂલ 1500 એમ્બ્યુલન્સ અને 6000નો સ્ટાફ એલર્ટ રહેશે.

દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી સેવાઓમાં દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ દરમિયાન અકસ્માત, દાઝી જવાના, ઝેરી પદાર્થ પીવાના અને અન્ય મેડિકલ ઇમરજન્સીના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં 108 દ્વારા દરરોજ સરેરાશ 5,500થી 6,000 ઇમરજન્સી કોલ હેન્ડલ કરવામાં આવે છે, જે દિવાળીના દિવસોમાં વધીને અંદાજે 7,500 સુધી પહોંચી શકે છે. આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે માનવબળ, દવાઓ, એમ્બ્યુલન્સની જાળવણી અને ફિલ્ડ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

હાલમાં ગુજરાતમાં 108 સેવા હેઠળ આશરે 1,500 એમ્બ્યુલન્સ કાર્યરત છે. બીજી તરફ, પોલીસ, ફાયર, મેડિકલ અને અન્ય ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે શરૂૂ કરવામાં આવેલી 112 ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સેવા પણ તહેવારો દરમિયાન સજ્જ રહેશે. 108 અને 112ની ટીમો દ્વારા કોલના સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને રિસોર્સિસનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઇમરજન્સીના સમયે લોકોને ઝડપી સહાય મળી શકે અને દિવાળી દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

દિવાળીના તહેવારો દરમિયાન દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના તહેવારો મહત્વના હોય છે. આ દિવસો દરમિયાન દાઝી જવાના, પડી જવાના અને અકસ્માતના કેસમાં વધારો થતો હોય છે. સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં 20 ટકા કેસ વધી જતા હોય છે.

108ની ટીમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન વધારાના કેસને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. આ વધારાને પહોંચી વળવા માટે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફિલ્ડ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને આઈટીની ટીમ અગાઉથી જ પ્લાનિંગ કરી અને અવિરત સેવાઓ જળવાઈ રહે તે પ્રમાણે કામગીરી કરેલી છે.
108ના CEOએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની ઇમરજન્સીમાં પ્રી-હોસ્પિટલ કેર આપી શકાય અને પેઈન અથવા તો ડેમેજ ટુ લાઇફ ઘટાડી શકાય તેવી પૂરતી વ્યવસ્થાઓ બધી જ એમ્બ્યુલન્સમાં છે. એમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે બર્ન્સ કેસીસની, તો બર્ન્સ કેસીસમાં ખાસ કરીને બર્ન્સ જ્યાં વોર્ડ્સ છે એ હોસ્પિટલ સાથેનું કોર્ડિનેશન અને અમારી એમ્બ્યુલન્સમાં પણ જે વૂન્ડ કેર અને આ ઉપરાંત બર્ન્સ માટેના ખાસ ઓઇન્ટમેંટ્સ વગેરે ઉપલબ્ધ હોય છે.

એમ્બ્યુલન્સને પણ એર કન્ડિશન હોય છે એટલે એને બળતરા કે એવું થતું હોય અને હાઈ ડિગ્રી ઓફ બર્ન્સ હોય તો એ કિસ્સામાં એને કેવી રીતે રાહત આપી શકાય તે પ્રમાણેની તાલીમ અમારા પેરામેડિક્સને પણ આપવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય સ્નેક બાઈટથી, કાર્ડિયાક અરેસ્ટ હોય, પ્રેગ્નેન્સી રિલેટેડ હોય, ટ્રોમા કેસ હોય કે બર્ન્સ હોય દરેકમા પ્રી-હોસ્પિટલ કેર સક્ષમ રીતે આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એમ્બ્યુલન્સમાં હોય છે.